Publish Date: Tue, 26 May 2026 (15:12 IST)
Updated Date: Tue, 26 May 2026 (15:12 IST)
ખૂબ ખૂબ શુભેચ્છા... ટેલીવિઝનની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી માતા બની ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ શેર કર્યા છે.
41 ની વયે દિવ્યાંકાએ ટ્વિંસ પુત્રોને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ ગુડ ન્યુઝ શેયર કરતા લખ્યુ કે અમે ભગવાન પાસે ખુશીઓ માંગી હતી. ભગવાને કહ્યુ ડબલ લો..
એ લખે છે કે અમારા ઘરે બે જોડિયા પુત્રો આવ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યુ કે ફાઈનલી અમારી આતુરતા પુર્ણ થઈ.
તેણે કહ્યુ કે બે બૉયઝ આવી ગયા છે અને જીવન પહેલાથી વધુ ખૂબસૂરત લાગી રહ્યુ છે.
જોડિયા પુત્રોની માતા બનેલી દિવ્યાંકાએ કહ્યું, "મારા કરણ અર્જુન આવી ગયા છે. આ નવા અને અદ્ભુત અધ્યાયની શરૂઆત કરતા મને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે."
divyanka tripathi twin baby boys
સોશિયલ મીડિયા પર દિવ્યાંકાને શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ છે. દરેક અભિનેત્રીની ખુશીમા ખુશ જોવા મળી રહ્યા છે.
દિવ્યાંકા લાંબા સમયથી માતા બનવાની રાહ જોઈ રહી હતી. લગ્નના 10 વર્ષ પછી, તેનું માતા બનવાનું સ્વપ્ન સાકાર થયું છે.
દિવ્યાંકા અને વિવેક દહિયાને પેરેન્ટ ક્લબમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.