Webdunia - Bharat's app for daily news and videos

Install App

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Webdunia
શનિવાર, 18 જાન્યુઆરી 2025 (14:22 IST)
Arjun Kapoor
Arjun Kapoor Accident: ફિલ્મ ઉદ્યોગમાંથી સતત ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. સૌપ્રથમ સૈફ અલી ખાન પર હુમલાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા. હવે સમાચાર છે કે શૂટિંગ દરમિયાન અર્જુન કપૂર સાથે એક અકસ્માત થયો છે. ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, અભિનેતા 'મેરે હસબન્ડ કી બીવી'નું (Mere Husband ki Biwi) શૂટિંગ કરી રહ્યા હતા. અચાનક સેટ પર છત તૂટી પડી અને અકસ્માત થયો. આ અકસ્માતમાં અર્જુન કપૂર ઉપરાંત દિગ્દર્શક મુદસ્સર અઝીઝ સહિત 6 લોકો ઘાયલ થયા હતા.
 
ગીતનું ચાલી રહ્યું હતું શૂટિંગ 
 
એક રિપોર્ટ મુજબ, ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'નું શૂટિંગ રોયલ પામ્સના ઇમ્પીરીયલ પેલેસમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન, અર્જુન કપૂર ઉપરાંત, ભૂમિ પેડનેકર, અભિનેતા જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ પણ સેટ પર હાજર હતા. એવું કહેવાય છે કે અર્જુન અને ભૂમિ તાજેતરમાં ફિલ્મ માટે એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. પછી અચાનક સેટની છત તૂટી પડી. આ અકસ્માતમાં અર્જુન કપૂર, જેકી ભગનાની અને દિગ્દર્શક મુદસ્સર અઝીઝ ઘાયલ થયા હતા.
 
કેવી રીતે થઈ દુર્ઘટના ?
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લૉઈજ (FWICE) ના અશોક દુબેએ જણાવ્યુ કે ધ્વનિને કારણે કંપન થવાથી સેટ હલવા માંડ્યો હતો.  આ કરણે કંઈક વધુ ભાગ પડવા માંડ્યો. આ દુર્ઘટનામાં એ પોતે પણ ઘાયલ થઈ ગયો.  તેમણે જણાવ્યુ કે તેના માથા અને હાથની કોણીમાં વાગ્યુ છે. મુદસ્સર અજીજ, અર્જુન કપૂર અને જૈકી ભગનાની પણ ઘાયલ થયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Entertainment (@pooja_ent)

 
ક્રૂ મેંબર્સ પણ ઘાયલ 
અશોક દુબે એ જણાવ્યુ કે દુર્ઘટનામાં અન્ય ક્રૂ મેબર્સ પણ ઘાયલ થયા છે. ડીઓપી મનુ આનંદનો અંગૂઠો ફ્રેક્ચર થયો છે. જ્યારે કે કેમરા અટેડેંટને સ્પાઈનલ કોડ પર વાગ્યુ છે. જો કે તેમણે ભગવાનનો આભાર માનતા કહ્યુ કે કોઈપણ ગંભીર રીતે ઘવાયુ નથી.  કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ જણાવ્યુ કે પહેલા દિવસે ગીતનુ શૂટિંગ સારુ રહ્યુ પણ બીજા દિવસે દુર્ઘટનાને કારણે બધુ બગડી ગયુ. 
 
અર્જુન કપૂરનુ વર્કફ્રંટ 
અર્જુન કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેતાને અંતિમ વાર ગયા વર્ષે રજુ થયેલ ફિલ્મ સિંઘમ અગેનમાં જોવામાં આવ્યા હતા.  અજય દેવગનની આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અર્જુન પહેલીવાર વિલનના પાત્રમાં જોવા મળ્યા હતા.  તેમના પાત્ર ડેંજર લંકા ને ફેંસે ખૂબ પસંદ કર્યુ હતુ.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

Mango Ice Cream - મેંગો મખાના આઈસ્ક્રીમ

આગળનો લેખ
Show comments