Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂલ ભૂલૈયાનુ ફર્સ્ટ લુક રજુ થયુ, અક્ષયની ફ્રેચાઈઝીને હવે આગળ લઈને જશે કાર્તિક આર્યન

ભૂલ ભૂલૈયા
, સોમવાર, 19 ઑગસ્ટ 2019 (14:19 IST)
છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ ભૂલ-ભૂલૈયાની સીકવલ ભૂલ ભૂલૈયા 2 ની ચર્ચા થઈ રહી હતી. જાણવા મળ્યુ હતુ કે ફિલ્મમાં અક્ષય કુમારવાળુ પાત્ર કાર્તિક આર્યન ભજવતા જોવા મળશે. હવે ફિલ્મમાં કાર્તિક આર્યનના ફર્સ્ટ લુકને ઓફિશિયલ રજુ કરવામાં આવ્યુ છે. 
 
કાર્તિક આર્યનનુ લુક ઠીક એવુ જ છે જેવુ 2007માં આવેલ ભૂલ ભૂલૈયામાં અક્ષયનુ હતુ. ચાર્મિંગ અને કુલ લુક પછી કાર્તિકનો આ અવતાર મજેદાર છે. ફિલ્મનુ નિર્માણ ભૂષણ કુમારના બેનર હેઠળ થઈ રહ્યુ છે.   ફિલ્મનુ ડાયરેક્શન અનીસ બજ્મી કરી રહ્યા છે.  બીજી બાજુ સિને 1 સ્ટુડિયોજના મુરાદ ખેતાની અને કૃષ્ણ કુમાર પણ ભૂષણ કુમાર સાથે મળીને તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. 
ભૂલ ભૂલૈયા
એક રિપોર્ટ્સ મુજબ કાર્તિકે કહ્યુ હતુ કે તે આ રોલ માટે ખૂબ એક્સાઈટેડ છે. આ એક્સાઈટમેંટનુ મુખ્ય કારણ અક્ષય કુમારના પ્લે કરવામાં આવેલ રોલને પરત પડદા પર નિભાવવાનુ છે.  ફિલ્મમાં અક્ષય કુમારના સ્પેશ્યલ અપીયરેંસમાં જોવા મળવાના પણ સમાચાર છે. 
 
2007માં આવેલ કૉમેડી સાઈકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ભૂલ-ભૂલૈયામાં અક્ષય કુમાર સાઈકેટરિસ્ટ ડૉ. આદિત્ય શ્રીવાસ્ત્વના રોલમાં જોવા મળ્યા હતા.  આમ તો ફિલ્મના બાકી સીન્સમાં તેમનો પહેરવેશ નોર્મલ હતો.  પણ ફિલ્મમાં તેમની એંટ્રી આ પહેરવેશમાં થઈ હતી. આવુ જ કંઈક કાર્તિકના લુકમાં પણ જોઈને અંદાજ લગાવી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વિમિંગ સૂટ પહેરી પુલમાં ઉતરી કસૌટી જિંદગીની પ્રેરણા, હૉટ અદાઓથી મચાવ્યુ કહર