sawan somwar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિ વિરાટ કોહલીના આઈપીએલ જીત્યા બાદ માલામાલ થઈ અનુષ્કા શર્મા, કમાણીથી લઈને નેટવર્થ સુધી જાણી લો

anushka sharma
, બુધવાર, 4 જૂન 2025 (14:51 IST)
anushka sharma
IPL 2025 Final: અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ ખૂબ ખુશ છે અને હોય પણ કેમ નહી. વિરાટ કોહલીની ટીમ આરસીબી આઈપીએલ મેચ જીતી ગઈ છે.  23 જૂનના રોજ આઈપીએલ ફાઈનલ મેચમાં વિરાટ કોહલીની ટીમ RCB મેચ જીતી ગઈ.  પતિ વિરાટની જીતથી અનુષ્કા ખૂબ ખુશ છે. તેમણે વિરાટ સાથે મળીને જીતને સેલીબ્રેટ કરી.  બંને સાથે મળીને ખુશીની ક્ષણ એંજોય કરી  
 
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લકઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. આવો જાણીએ બંનેની કમાણીથી લઈને નેટવર્થ સુધી વિશે.. 
 
અનુષ્કા શર્માની નેટવર્થ 
 
 અનુષ્કા શર્મા એક લોકપ્રિય અભિનેત્રી છે. સિયાસત મુજબ, અનુષ્કા શર્માની કુલ સંપત્તિ 255 કરોડ રૂપિયા છે. અનુષ્કા તેના કપડા બ્રાન્ડ નુશ ફિલ્મ્સ જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. પહેલા અનુષ્કા પણ પ્રોડક્શનમાંથી પૈસા કમાતી હતી. પરંતુ હવે તેનો ભાઈ પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ ચલાવે છે. અનુષ્કા શર્મા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી 5 થી 10 કરોડ રૂપિયા કમાય છે.
 
અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલીની કમાણી
 
બીજી બાજુ, વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તે ભારતના સૌથી ધનિક ક્રિકેટરોમાંના એક છે. અહેવાલો અનુસાર, તેની કુલ સંપત્તિ 1050 કરોડ રૂપિયા છે. તેને BCCI તરફથી દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે અને IPL 2025 માં તેને 21 કરોડનો પગાર મળ્યો છે.
 
IPL મેચમાંથી વિરાટ કોહલીની કમાણી
 
IPL મેચ જીત્યા પછી, વિરાટની ટીમ RCB ને ઇનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. વર્ષોથી, વિરાટ કોહલીએ IPLમાંથી 200 કરોડથી વધુ કમાણી કરી છે.
 
આ રીતે વધી વિરાટ કોહલીની સેલેરી 
 
ઉલ્લેખનીય છે કે વિરાટને આઈપીએલમાં RCB ડાયરેક્ટ રિટેન કરે છે.  . IPLની શરૂઆતમાં, વિરાટને ત્રણ વર્ષ માટે 12 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. પછી તે વધીને 8.28 કરોડ થયો. 2014 થી 2017 સુધીમાં તે 12.5 કરોડ થયો. વિરાટનો IPL પગાર વધીને 21 કરોડ થયો છે.
 
આ ઉપરાંત, વિરાટ કોહલી ઘણી મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 7.5 કરોડથી 10 કરોડ રૂપિયા લે છે. વિરાટ કોહલી એક બિઝનેસમેન પણ છે. તેનું ફેશન લેબલ Wrogn પણ છે. આ ઉપરાંત, તે One8 Commune નામની રેસ્ટોરન્ટ ચેઇન ચલાવે છે.
 
ત્રણ જગ્યાએ છે અનુષ્કા અને વિરાટનુ ઘર 
અનુષ્કા અને વિરાટના ગુરૂગ્રામ, મુંબઈ અને અલીબાગમાં ઘર છે. જેની કિમંત 100 કરોડની આસપાસ છે. બંનેની ટોટલ નેટવર્થ લગભગ 1300 કરોડ રૂપિયા છે.  
 
ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને વિરાટે 2018 મા લગ્ન કર્યુ હતુ. બંને ખુશહાલ મેરેજ લાઈફ જીવી રહી છે. તેમના બે બાળકો વામિકા અને અકાય છે. અનુષ્કા શર્મા છેલ્લા ખૂબ સમયથી બિગ સ્ક્રીન પર જોવા મળી નથી. છેલ્લે તેણે ફિલ્મ જીરોમા જોવામાં આવી હતી. આ ઉપરાંત  તેણે ફિલ્મ કલામા કૈમિયો રોલ કર્યો હતો.  
 
હવે તેમની ફિલ્મ ચકદા એક્સપ્રેસ પણ આવવાની હતી. પણ ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ છે અને અત્યાર સુધી પણ ફિલ્મને લઈને કોઈ અપડેટ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RCB ની જીત પર વિરાટ કોહલીનુ મંદિર બનાવશે નકુલ મેહતા, વચન આપ્યુ - વિજય માલ્યાનુ કર્જ ચુકવી દઈશ.. બસ જીતો