Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2025 Prize Money: RCB પર રૂપિયાનો વરસાદ, જાણો કોને મળશે કેટલા રૂપિયા

IPL 2025 Prize Money
, બુધવાર, 4 જૂન 2025 (00:06 IST)
IPL 2025 Prize Money
આઈપીએલ 2025નો ફાઈનલ મુકાબલો 3 જૂન ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેજર્સ બેંગલુરુ  વચ્ચે રમાશે. આ મેચનીદુનિયાભરના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફાઈનલ મુકાબલો થતા પહેલા બધાની નજર મેચ પછી મળનારી પ્રાઈઝ મની પર પણ ટકી છે. બધાના મનમા એક સવાલ વારે ઘડીએ આવી રહ્યો છે કે સીજન ચેમ્પિયન ટીમને કેટલી ઈનામી રકમ મળશે.  બીજીબાજુ રનરઅપ ટીમને કેટલા પૈસા મળશે. તો ચાલો અમે તમને બધા સવાલોના જવાબ આપી રહ્યા છે. 
 
આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને કેટલુ ઈનામ મળશે ?
ઉલ્લેખનીય છે કે IPL કે BCCI દ્વારા વિજેતા ટીમને ઇનામ તરીકે કેટલા કરોડ રૂપિયા આપવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ચેમ્પિયન ટીમ અને રનર-અપ ટીમને 2022 થી ચાલી આવતી સમાન ઇનામ રકમ મળશે. જો આવું થાય, તો ચેમ્પિયન ટીમને 20 કરોડ મળશે, જ્યારે રનર-અપ ટીમને 13.5 કરોડની ઇનામ રકમ આપવામાં આવશે. સાથે જ ક્વોલિફાયર-2 માંથી બહાર થયેલી ટીમને 7 કરોડની ઇનામ રકમ અને એલિમિનેટરમાં હારનાર ટીમને 6.5 કરોડની ઇનામ રકમ આપવામાં આવશે.
 
વિજેતા: 20 કરોડ

રનર્સ-અપ: 13.5 કરોડ
 
ક્વોલિફાયર-2: 7 કરોડ
 
એલિમિનેટર: 6.5 કરોડ
 
ઓરેન્જ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને શું મળશે?
આ ઉપરાંત, ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન જેવા ઘણા એવોર્ડ જીતનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થાય છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને 10-10 લાખ રૂપિયા મળશે, જ્યારે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ જીતનાર ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે.
 
શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની તક 
IPL 2025 ની ફાઇનલની વાત કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ બંનેને ટાઇટલ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. આજની મેચમાં જે પણ ટીમ સારું પ્રદર્શન કરશે તે IPL ટાઇટલ જીતશે. RCB નું નેતૃત્વ રજત પાટીદાર કરશે, જ્યારે પંજાબ કિંગ્સ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં રમશે. શ્રેયસ ઐયર પાસે આજે ઇતિહાસ રચવાની તક હશે. જો પંજાબ કિંગ્સ આ મેચ જીતે છે, તો શ્રેયસ ઐયર IPL ના ઇતિહાસમાં બે અલગ અલગ ફ્રેન્ચાઇઝીને ચેમ્પિયન બનાવનાર પ્રથમ કેપ્ટન બનશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RCB માટે ખત્મ થયો ટ્રોફીનો વનવાસ, PBKS ને હરાવીને જીત્યો પહેલો IPL ખિતાબ