Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

67th Filmfare Awards : કૃતિ સેનન, રણવીર, વિકી કૌશલ, વિદ્યા બાલન સહિત અનેક સેલેબ્સે એવોર્ડ જીત્યા.

67th Filmfare Awards  :  કૃતિ સેનન, રણવીર, વિકી કૌશલ, વિદ્યા બાલન સહિત અનેક સેલેબ્સે એવોર્ડ જીત્યા.
, બુધવાર, 31 ઑગસ્ટ 2022 (18:09 IST)
67th Filmfare Awards: કૃતિ સેનન અને રણવીર સિંહને 67માં ફિલ્મફેર એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિમી ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા માટે કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. 
 
જ્યારે રણવીર સિંહને ફિલ્મ 83માં કપિલ દેવની ભૂમિકા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ જીત્યા બાદ બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તે જ સમયે, રવિના ટંડન પણ ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. રવીનાએ ફિલ્મફેર ઈવેન્ટને બ્લેક મેજિક નાઈટ ગણાવી હતી.
 
આ એવોર્ડ નાઈટમાં અનેક બોલીવુડ સેલીબ્રીટીએ હાજરી આપી. દર વર્ષની જેમ આ વખતે પણ જુદી  જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા.

જુઓ વિનર્સનુ લિસ્ટ 
 
સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ (ફિલ્મ 83) 
 સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન (ફિલ્મ મિમી) 
 સર્વશ્રેષ્ઠ ફિલ્મ - શેરશાહ બેસ્ટ 
 નિર્દેશક - વિષ્ણુવર્ઘન (શેરશાહ) 
 બેસ્ટ ડેબ્યુ એક્ટર મેલ - એહાન ભટ્ટ (99 ગાને) 
 બેસ્ટ ડેબ્યુ અભિનેત્રી - શરવરી વાઘ (બંટી ઔર બબલી) 
 બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર - સીમા પાહવા (રામપ્રસાદ કી તેરહવી) 
 સર્વશ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક) - વિક્કી કૌશલ (સરદાર ઉદ્યમ) 
બેસ્ટ એક્ટર (ક્રિટિક) - વિક્કી કૌશલ (સરદાર ઉદ્યમ) 
 સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ) - વિદ્યા બાલન (શેરની) 
સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - સાઈ તમ્હંકર (મિમી) 
સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી (મિમી) 
 સર્વશ્રેષ્ઠ સિંગર મેલ - બી પ્રાક (મન ભરાયા શેરશાહ) 
સર્વશ્રેષ્ઠ સિંગર ફીમેલ - અસિસ કૌર (રતાં લાંબિયા શેરશાહ) 
સર્વશ્રેષ્ઠ સોંગ - કૌસર મુનીર (લહેરા દો - 83) 
સર્વશ્રેષ્ઠ પટકથા - શુભેન્દુ ભટ્ટાચાર્ય, રિતેશ (સરદાર ઉદ્યમ) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25000 ઉંદરોના કારણે પ્રખ્યાત છે બીકાનેરનો કરણી માતાનો મંદિર, ઉંદરોને મારવા પર મળે છે સજા