Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપિકા વિશે 25 રોચક માહિતી

Webdunia
5 જાન્યુઆરી 1986ના રોજ જન્મેલી દીપિકા પાદુકોણ 31 વસંત જોઈ લીધા છે તો જાણો રાણી પદમાવતી  સાથે જોડાયેલ રોચક વાતો 

1. શાહરૂખ ખાનની ફિલ્મ જોઈને મોટી થનરી દીપિકા પાદુકોણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં તેને રોમાંસના બાદશાહની સાથે સ્ક્રીન શેર કરવાની તક મળશે.

2. ફરાહ ખાને દીપિકાને એક જાહેરાતમાં જોઈ ફિલ્મ હેપી ન્યુ ઈયરની ઓફર કરી હતી. પણ ફિલ્મ શરૂ જ ન થઈ શકી. ત્યારબાદ ફરાહે જ તેને 'ઓમ શાંતિ ઓમ'માં લીધી.

3. શાહરૂખ જેવા સ્ટાર સથે દીપિકા સંકોચ વગર કામ કરી શકે એ માટે ઓમ શાંતિ ઓમનું શૂટિંગ શરૂ થતા પહેલા ઘણીવાર દીપિકા, શાહરૂખ અને ફરાહે સાથે લંચ અને ડિનર લીધુ.

4. દીપિકાના પિતા પોતાના સમયના જાણીતા બેડમિંટન ખેલાડી રહી ચૂક્યા છે. તેથી દીપિકાની પસંદગી રમત તરફ હતી, પણ તેણે ક્યારેય તેમા પોતાનુ કેરિયર બનાવવાનો વિચાર નહોતો કર્યો, જો કે તે રાજ્ય સ્તર પર આ રમતમાં ભાગ લઈ ચુકી છે.

5. દીપિકાની નાની બહેન અમીષાની પસંદગી રમત તરફ જ છે અને તે સારુ ગોલ્ફ રમે છે.

IFM

6. મોડેલિંગની દુનિયામાં પગ મુકતા જ દીપિકા તરત જ ફેમસ થઈ ગઈ. બોલીવુડમાં પગ મુક્યા પછી કરોડો લોકો તેના પ્રશંસક થઈ ગયા. એફએચએમે તેને સેક્સીએસ્ટ વુમન ઓફ ધ વર્લ્ડ અને મેક્સિમે ધ હોટેસ્ટ ગર્લ ઓન અર્થ જાહેર કરી.

7. ફિલ્મોમાં પગ મુકતા પહેલા નિહાર પંડ્યાની સાથે તેનો રોમાંસ ચાલ્યો. બંનેય કેટલાક હોટ ફોટો પણ શૂટ કરાવ્યા.

8. ફિલ્મોમં આવ્યા પછી દીપિકા પાદુકોણની પસંદગી રણબીર કપૂર બન્યો. એક સમારંભમાં તેમણે સ્ટેજની પાછળ રણવીરને આઈ લવ યુ કહ્યુ. બંનેયે સાર્વજનિક રીતે સ્વીકાર કર્યુ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે.

9. નવેમ્બર 2010માં પ્રસારિત ટીવી શો કોફી વિથ કરણે એક એપિસોડમાં જ્યારે કરણ જોહરે દીપિકાને પૂછ્યુ કે રણવીર કપૂરને ગિફ્ટમાં શુ આપવા માંગીશ તો તેણે કહ્યુ કંડોમ. સોનમ સાથે મળીને તેણે રણબીરની ખૂબ મજાક ઉડાવી હતી, જેના કારણે રણવીરના પિતા ઋષિ કપૂર નારાજ થયા હતા.

10. રણબીર કપૂરની સાથે બ્રેકઅપ થયા પછી દીપિકાને સિદ્ધાર્થ માલ્યા સાથે સતત જોવામાં આવી. દીપિકા માટે સિદ્ધાર્થે પોતાનુ વજન ઓછુ કર્યુ જેથી તેની અને દીપિકાની જોડી સારી લાગે.

IFM

11. કભી કભી (1976) અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995)દીપિકાની પસંદગીની ફિલ્મ છે.

12. હેમા માલિનીને દીપિકા ખૂબ પસંદ કરે છે અને તેની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' માં તેનુ લુક હેમા માલિનીથી જ પ્રેરિત હતુ. હેમા ઉપરાંત માધુરી દીક્ષિત, કાજોલ અને સુષ્મિતા સેનને પણ દીપિકા પસંદ કરે છે.

13. કભી કભી મેરે દિલમે ખ્યાલ આતા હૈ.. એ દીપિકાનુ ફેવરેટ સોંગ છે. પોતાની ફિલ્મમાંથી તેને 'આંખો મે તેરી અજબ સી.. ' સોંગ પસંદ છે.

14. દીપિકાને બોલીવુડમાં અમિતાભ, આમિર ખાન અને શાહરૂખ ખાન તેમજ હોલીવુડમાંથી રિચર્ડ ગેરે, બ્રેડ પિંટ અને જોની ડૈપ ખૂબ જ પસંદ છે.

15. સલમાન ખાન સાથે દીપિકા ફિલ્મ કરવા માંગે છે. સલમાનના શો 'દસ કા દમ'માં આ વાત તે કહી પણ ચુકી છે. પણ સલમાને હજુ સુધી તેની આ વાત પર ધ્યાન નથી આપ્યુ.

IFM

16. તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં દીપિકાના લેગ્સને સૌથી સેક્સી કહેવામાં આવ્યા.

17. દીપિકાની કોમળ કાયાને જોઈને મોટાભાગના લોકો માને છે કે તે ડાયેટિંગ કરે છે. પણ દીપિકાને ડાયેટિંગ પર વિશ્વાસ નથી. તે ખાવાની શોખીન છે અને તેને નવી વસ્તુઓનો સ્વાદ લેવો પસંદ છે.

18. દીપિકાને ત્યારે ખૂબ જ આનંદ થયો જ્યારે તેણે પોતાની મહેનતની કમાણીથી ફ્લેટ ખરીદ્યો.

19. નવરાશની ક્ષણોમાં દીપિકાને રસોઈ બનાવવી, ફિલ્મ જોવી, સંગીત સાંભળવુ અને ઉંઘવુ ખૂબ ગમે છે.

20. અમિતાભનું કહેવુ છે કે દીપિકા તેમના જમાનામાં હોતી તો તેમને દીપિકા સાથે રોમાંસ કરવો ગમતો.

IFM

21. મોટાભાગની ફિલ્મોમાં દીપિકાના અભિનયની આલોચના કરવામાં આવી. આ કારણે તેમણે ખેલે હમ જી જાન સે માં નોન ગ્લેમરસ અને સશક્ત રોલ કર્યો, પણ આ ફિલ્મ ફ્લોપ ગઈ.

22. ફિલ્મ દમ મારો દમના એક ગીત દમ મારો દમમાં કેટલાક બોલ્ડ શબ્દ છે, જેના પર દીપિકાએ આપત્તિ બતાવતા એ શબ્દો પર હોઠ હલાવવાની ના પાડી દીધી હતી.

23. એક સમય એવો હતો જ્યારે દીપિકાનું નામ યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડવામાં આવ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ્યારે ભારતીય ટીમ ગઈ ત્યારે દીપિકાએ ત્યાં યુવરાજ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

24. દીપિકાને એ વાતનો અફસોસ છે કે તેની રજનીકાંતની સાથેની ફિલ્મ 'રાણા' રોકાય ગઈ છે.

25. ચાંદની ચોક ટૂ ચાઈનામાં દિપિકાએ ડબલ રોલ કર્યો હતો અને એ ફિલ્મ માટે તેણે સ્ટંટ્સ પણ શીખ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

આગળનો લેખ