Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2019 (12:56 IST)
રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. 14 નવેમ્બરથી રાબેતા મુજબ શાળાઓ ધમધમતી થશે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરાયેલા શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે જ નિયત કરાયેલી તારીખે જ દિવાળી વેકેશન જાહેર કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે શૈક્ષણિક સત્રની શરુઆતમાં જ શિક્ષણ વિભાગ તરફથી શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. તેમાં વર્ષ દરમિયાન પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 104 કાર્ય દિવસ નક્કી કરાયા છે. જ્યારે દ્વિતીય સત્ર કાર્યદિવસ 142 એટલે કે વર્ષના કુલ 246 કાર્ય દિવસ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષમાં બે વાર વેકેશન જાહેર કરવાનું આયોજન કરાયું છે. જે મુજબ દિવાળી વેકેશન 21 દિવસનું અને ઉનાળું વેકેશન 35 દિવસનું હોય છે. આ ઉપરાંત 18 દિવસની જાહેર રજા અને 6 સ્થાનિક રાજ મળીને કુલ 80 દિવસની રજાઓ જાહેર કરાઈ છે. વેકેશન ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા અને પ્રથમ, દ્વિતીય અને બોર્ડની બરીક્ષાની તારીખો પણ બોર્ડ દ્વારા કેલેન્ડર વર્ષમાં નક્કી કરાય છે. પરંતુ ઘણીવાર પ્રાથમિક શાળાઓ દ્વારા વેકેશનમાં તારીખો બદલવામાં આવતી હોવાનું ધ્યાને આવતા શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને નિયત કરાયેલી તારીખ પ્રમાણે જ વેકેશન જાહેર કરવા અને તેનો કડક અમલ કરવા આદેશ કર્યો છે. જે પ્રમાણે રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની વેકેશનની તારીખ એક સરખી રહે તે હેતુથી પરિપત્ર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરાયો છે. તેમજ આ પરિપત્રની જાણ સરકારી અધ્યાપન મંદિરો, ગ્રાન્ટેડ શાળાઓ, બાળ મંદિર, સ્વનિર્ભર પીટીસી કોલેજો સહિત તમામ શાળાઓને જાણ કરાઈ છે. મહત્વનું છે કે ગુજરાતના સૌથી મોટા ગરબા મહોત્સવ નવરાત્રીમાં 9 દિવસ વેકેશન જાહેર કરાયું હતું. જેને લઈને શાળાઓને તેની અમલવારી કરવામાં તેમજ અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ મામલે મોટો વિવાદ સર્જાયો હતો. એકતરફ વેકેશન જાહેર થતા ખેલૈયાઓ ખુશ થયા હતા પરંતુ અભ્યાસક્રમ સાથે સંકળાયેલા શાળાના સંચાલકો નારાજ થયા હતા. બાદમાં નવરાત્રીના 9 દિવસના વેકેશનને પગલે દિવાળી વેકેશન 21 દિવસની જગ્યાએ 14 દિવસનું કરી દેવાયું હતું. આ વર્ષે પણ પહેલા શૈક્ષણિક સત્રના પ્રારંભે જાહેર કરાયેલા કેલેન્ડરમાં નવરાત્રી વેકેશન જાહેર કરાયું હતું પરંતુ વિવાદ બાદ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં નવરાત્રી વેકશન રદ કરવામાં આવ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments