Publish Date: Fri, 23 Sep 2016 (00:20 IST)
Updated Date: Fri, 23 Sep 2016 (15:47 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો જન્મ 23ના રોજ થયો છે. 23નો અંક પરસ્પર મળીને 5 થાય છે. 23નો અંક જોતા ૐનો આભાસ થાય છે. જો કે ભારતીય પરંપરા મુજબ શુભ પ્રતીક છે. જ્યારે કે 5નો અંક બુધ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે ક હ્હે. આવી વ્યક્તિ મોટાભાગે ઓછુ બોલનારી હોય છે. કવિ. કલાકાર અને અનેક વિદ્યાઓના માહિતગાર હોય છે. તમારી અંદર ગઝબની આકર્ષણ શક્તિ છે. તમે લોકોને સહેલાઈથી પોતાના બનાવી લેવાનો ગુણ છે. અજાણ્યા વ્યક્તિની મદદ માટે તમે સદા તૈયાર રહો છો. તમારી અંદર કોઈપણ જાતનુ પરિવર્તન કરવુ મુશ્કેલ છે. અર્થાત જો તમે સારા સ્વભાવના વ્યક્તિ છો તો તમને કોઈ ખરાબ સંગત બગાડી નથી શકતી. જો તમે ખરાબ આચરણવાળા છો તો દુનિયાની કોઈપણ તાકત તમને સુધારી નથી શકતી. પણ સામાન્ય 23 તારીખના રોજ જન્મેલા વ્યક્તિ સૌમ્ય સ્વભાવના જ હોય છે.
શુભ તારીખ : 1, 5, 7, 14, 23
શુભ અંક : 1, 2, 3, 5, 9, 32, 41, 50
શુભ વર્ષ : 2030, 2032, 2034, 2050, 2059, 2052
ઈષ્ટદેવ : દેવી મહાલક્ષ્મી. ગણેશજી. માં અબે
શુભ રંગ - લીલો-ગુલાબી-જામુની-ક્રીમ
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 5નો સ્વામી બુધ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક પણ 5 છે. આ વર્ષ તમારે માટે સફળતાઓ ભર્યો રહેશે. અત્યાર સુધી આવી રહેલી મુશ્કેલીઓ પણ આ વર્ષે દૂર થતી જોવા મળશે. પારિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષ પાસેથી ખુશખબર આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ વર્ષ ચોક્કસ સફળતાઓથી ભર્યુ રહેશે. દાંમ્પત્ય જીવનમાં મધુર વાતાવરણ રહેશે. અવિવાહિત વિવાહના બંધનમાં બંધાવવા તૈયાર રહે. વેપાર-વ્યવસાયમાં પ્રગતિથી પ્રસન્નતા રહેશે.
મૂલાંક 5ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ