Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (6.06.2018)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (6.06.2018)
, બુધવાર, 6 જૂન 2018 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 6 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી જે લોકોનો જન્મ 6,15 કે 24 તારીખે થયેલો હોય છે તેમનો મૂળાંક 6 હોય છે. આ અંકનો સ્વામી શુક્ર છે. આથી જ આ મૂળાંક ધરાવતા જાતકો પ્રભાવી, સુંદર અને મન મોહી લેનારા હોય છે. 
 
તારીખ 6 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને કારણે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોખ હશે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક 
 
શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબ ગુણો પણ તમારામાં હોઈ શકે.  જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી છો તો પુરૂષો પ્રત્યે તમને આકર્ષણ રહેશે. પણ તમે દિલથી ખરાબ નથી.  
 
લક્ષ્મીજીને 6 નંબર પર વિશેષ આકર્ષણ હોય છે. તેનો મતલબ એ કે 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકો પર લક્ષ્મીજીની હંમેશા કૃપા વરસે છે.
 
શુભ તારીખ  : 6,  15,  24 
 
શુભ અંક  : 6,  15,  24,  33,  42,  51,  69,  78
  
શુભ વર્ષ  : 2013,  2016,  2022,  2026
   
ઈષ્ટદેવ :મા સરસ્વતી, મહાલક્ષ્મી 
 
શુભ રંગ - ક્રીમ-સફેદ-લાલ-જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 6નો સ્વામી શુક્ર અને વર્ષના મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી મામલે ઉત્તમ રહેતી હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમના માટે શુભ રહેશે.  વેપાર-વ્યવસાયમાં પણ સફળતા રહેશે. વિવાહના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષનો સહયોગ મળવાથી પ્રસન્નાતા 
રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાના પરિશ્રમના બળ પર ઉન્નતિનો હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમા મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતોને સાચવીને ચાલવુ પડશે. 
 
મૂલાંક 6ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- નેપોલિયન બોનાપાર્ટ 
- દલાઈ લામા 
- અકબર 
- ટીના અંબાની 
- સુભાષ ઘઈ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (5.06.2018)