Webdunia - Bharat's app for daily news and videos

Install App

Leo -જાણો કેવા હોય છે સિંહ રાશિના લોકો

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2017 (14:41 IST)
જાણો તમારી રાશિનો સ્વાસ્થય, પ્રેમ, સેક્સલાઈફ , શુભ રંગ, રત્ન, ચરિત્ર અને ઘણુ બધું જાણો તમારા વિશે બધી જાણકારી જે વેબદુનિયા તમને આપી રહ્યું છે.. 

સિંહ - શારીરિક બાંધો
"સિંહ રાશિની વ્‍યક્તિનો હાથ પ્રમાણમાં નાનો હોય છે. આંગળીઓ ના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો અને આંગળીઓની તરફ પાતળો હોય છે. માથુ ઉન્‍નત અને કપાળ વિશાળ હોય છે. તેમના ગળા, હાથ, કે પગ પર તલનું નિશાન હોય છે અથવા પડી જવાથી હાડકું નબળું હશે."
 
સિંહ - વ્‍યવસાય
સિંહ રાશીની વ્‍યક્તિ કોઇ પણ કાર્ય ઇમાનદારીથી કરે છે અને સફળ થાય છે. તેમને ખનીજ અને પથ્થર દ્વારા સારી સફળતા મળે છે. પરંતુ તેમણે પોતાની લાગણીઓને વ્યવસાયથી દૂર રાખવી જોઇએ.જુગાર પસંદ છે. સારા વકીલ બની શકે છે. જે કોઇ ક્ષેત્રમાં આગેવાની કરવાની હોય તેમાં તેઓ જરૂર સફળ થાય છે. સિંહ રાશીની જે વ્‍યક્તિ નોકરી કે વ્‍યવસાય ન કરે તેમણે કળાના ક્ષેત્રમાં જંપલાવવું જોઇએ. તેમાં તેમને સફળતા મળશે.
 
સિંહ - આર્થિક પક્ષ
સિંહ રાશીની વ્‍યક્તિને આર્થિક બાબતમાં ભાગ્યશાળી માનવામાં આવે છે. જરૂરત હોય ત્‍યારે તેમને રૂપીયા મળી રહે છે. તેઓ દેવું લેતા ડરે છે. અને દેવું થઇ જાય ત્‍યારે પાઇ-પાઇ ચુકવવાની ઇચ્‍છા રાખે છે. અને તેઓ અન્‍યને દેવું આપે તો તે રૂપીયા પાછા મળતા નથી. ઘન કમાવવું એ સિંહ રાશી માટે કોઇ મોટી બાબત નથી પરંતુ ઘનને બચાવવું મુશ્કેલ છે. તેઓ દુનિયાદારીની ચિંતા નથી કરતા, તેના પરફ લાપરવાહ રહે છે. તેમના ઘરમાં ચોરી થઇ શકે છે અથવા પ્રવાસમાં નુશકાન થાય છે. યાદ ન રહેવાથી વસ્‍તુઓ ખોવાઇ જાય છે. વાહન સુખ હોય છે. ઘરમાં કોઇ જાનવર કે પક્ષીને પાળે છે.
 
સિંહ - ચરિત્રની વિશેષતા
સિંહ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - અહંકાર, સ્‍વાર્થી, ઘમંડી, એકલા અટુલા સ્‍વભાવના, તાનાશાહી, ચરિત્ર વિકાસના લક્ષણો - પોતાને ઓળખવાની જાગૃતિ, વ્‍યક્તિત્‍વમાં બુદ્ધિનો ઉપયોગ કરવો, સ્‍વશાસિત, બૌદ્ધિક ચેતનાવાળા, આજુબાજુની જાણકારી હોવી, આત્‍મહિતમાંથી સામૂહિક જરૂરીયાતો તરફ વળવું. અંતઃ કરણના લક્ષણ - શાશ્વત સત્‍યના રૂપમાં અંતઃકરણથી અલગ હોવું, એક વિકસિત અને નિશ્ચિત જીવન યોજના, ઉદ્દેશોની સાથે પોતાના જીવનને નિર્દેશ કરવો, દિવ્ય યોજનામાં પોતાની ચેતનાને સમર્પિત કરવી, પોતાની ઇચ્‍છા, પ્રેમ, તથા બુદ્ધ‍િની અભિવ્‍યક્તિ કરવી, પોતાના પર નિયંત્રણ, અંતરાત્‍મા તરફ સંવેદનશીલ, સારા ઉદ્દેશો માટે સમૂહનું નિયંત્રણ, મોટા સમૂહનું કેન્‍દ્રબિંદુ અથવા અન્ય સમૂહનું કેન્‍દ્રબિંદુ રહેવું.
 
સિંહ - આજીવિકા અને ભાગ્ય
"સિંહ રાશિની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે. પરંતુ તેઓ અભિનેતા, અધિકારી કે સ્‍વાગતકર્તા માં શ્રેષ્‍ઠ રહે છે. આ લોકો ક્રિયાત્‍મક કાર્ય, હૃદય વિશેષજ્ઞ, શિશુ વિશેષજ્ઞ, રમતગમત ક્ષેત્ર, અપનાવી શકે છે. તેઓ સારા લેખક, તંત્રી, અનુવાદક, ભાષણકર્તા, ઉપદેશક, તથા રાજકારણી બની શકે છે."
 
 સિંહ - ભાગ્યશાળી રંગ
સિંહ રાશીની વ્‍યક્તિ માટે સોનેરી, લાલ અને સૂર્યના બધા રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા લાલ કે સોનેરી રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં લાલ રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 

સિંહ - પ્રેમ સંબંધ
સિંહ રાશીની વ્‍યક્તિને જીવનમાં પ્રેમનું ખાસ સ્‍થાન હોય છે. પ્રેમના બદલામાં પ્રેમ જોઇએ છે. જે તેમને હંમેશા નથી મળતો. તેમને વૈભવ પસંદ છે માટે તેના પર આળસુ હોવાનો આક્ષેપ થાય છે. ‍સિંહ રાશીનો હૃદય સાથે વિશિષ્‍ટ સંબંધ છે. છતાં પણ સફળ પ્રેમી થતાં નથી. આ કારણે તેઓ એક ને છોડીને બીજા તરફ ભાગે 
છે. તેઓ સાચા ખોટાનો ભેદ જાણવા છતાં ખાટું કામ કરે છે. તેઓ હંમેશા પ્રેમી, સાથી અને પ્રશંસક ને શોધતા હોય છે. રોમેન્‍ટીક પ્રકૃતિના હોવાથી ભ્રમ અને વાસ્‍તવિક્તાને ઓળખી શકતા નથી. સિંહ રાશીની સ્‍ત્રી ને એકરસતા પસંદ નથી. તેઓ ખુદને શ્રેષ્‍ઠ સમજીને જીવન પસાર કરે છે. તેમને વશમાં કરવા તેમની 
ખુશામત કરવી જરૂરી છે. સિંહ રાશીના સ્‍ત્રી અને પુરૂષ બંને પ્રેમમાં વધારે અપેક્ષા રાખે છે. તેમને યોગ્ય જીવનસાથી મળતા જીવન સુખી થાય છે. તેમને પ્રેમક્રીડા પસંદ છે પરંતુ જલ્‍દી તેનાથી કંટાળી જાય છે. વિજાતીય સંબંધ સિંહ રાશીનો પુરૂષ રોમેન્‍ટીક હોય છે. તેઓ સ્‍ત્રીને પોતાની આગવી પ્રતિભાથી આકર્ષે છે. જો સ્ત્રી તેને મહત્‍વ ન આપે તો ઇર્ષાળુ થઇ જાય છે. તેઓ વધારે ભાવુક હોય છે. વધારે સાજ શણગાર કરનાર, જોરથી હસવાવાળી અને આકર્ષણનું કેન્‍દ્ર ન બની શકે તેવી સ્ત્રીઓ તેમને પસંદ નથી. યોગ્ય પહેરવેશ, ઉત્તમ ભોજન અને વિનમ્ર સ્વભાવ તરફ તેઓને લગાવ રહે છે.
 
સિંહ - મિત્રતા
મેષ, કર્ક, મિથુન, વૃશ્ચિક, ધન, મીન તથા કન્‍યા રાશી વચ્‍ચે મિત્રતા તથા ભાગીદારી સારી રહે છે. વૃષભ, તુલા, મકર, અને કુંભ સાથે નુકશાન થાય છે. કુંભ તથા વૃષભનો સાથ સારો રહેતો નથી. સિંહ રાશીને લોકો વધારે સ્‍નેહ કરે છે માટે તેના મિત્રો પણ વધારે હોય છે. મેષ તેના માર્ગદર્શક રહે છે. કુંભ સાથે વિવાહ યોગ્ય છે. વૃષભ સત્‍ય અને સ્‍વપ્નનું અંતર સમજાવે છે. સિંહ તેને પ્રકાશમાં લાવે છે. વૃશ્ચિક તેના જીવન પર પ્રભાવ પાડે છે. તેઓ કર્ક અને કન્‍યાના પ્રશંસક રહે છે. તેમણે મનોરંજન માટે મિથુન, રહસ્‍ય માટે કર્ક, સદ્દવ્યવહાર માટે તુલા, બૌદ્ધ‍િક અને શારીરિક આકર્ષણ માટે મેષ ની સલાહ લેવી જોઇએ.
 
સેકસલાઈફ -રોમેન્‍ટીક પ્રકૃતિના હોવાથી ભ્રમ અને વાસ્‍તવિક્તાને ઓળખી શકતા નથી. સિંહ રાશીની સ્‍ત્રી ને એકરસતા પસંદ નથી. સેક્સમાં તે ખૂબ આનંદ કરે 
 
સિંહ - પસંદ
સિંહ રાશીની પસંદ ઘણી પ્રકારની હોય છે. નિંદર, ફિલ્‍મ, વસ્‍તુનો સંગ્રહ, સારા વસ્‍ત્ર, સારૂ ભોજન, નવલકથા નો વધારે શોખ હોય છે. તેમને ખુલ્‍લી હવા, પથારીમાં સૂતાસૂતા વાંચવું, નૃત્‍ય, ઘરેણા બનાવવા, ઘરની સજાવટ, રમતગમત કે મંડપના કામો વિશેષ પસંદ છે. શિલ્‍પકળા, ચિત્રકળા, કાચની વસ્‍તુનો સંગ્રહ કરવો, વગેરે શોખ હોય છે.
 
સિંહ - લગ્ન અને દાંપત્ય જીવન
સિંહ રાશીની વ્‍યક્તિ પ્રેમી સ્‍વભાવના અને બીજાને પ્રસન્‍ન રાખે છે. તેઓ સારા પતિ હોય છે. તેમની સગાઇ કે લગ્ન એક વખત ફોક થાય છે. તેમનો ભાગ્યોદય લગ્ન બાદ થાય છે. તેઓ વ્‍યવહારમાં કઠોર હોય છે, ક્રોધ જલ્દી આવે છે. તેઓ ક્રોધમાં પ્રિય વ્‍યક્તિનું પણ અહિત કરી લે છે. તેમાં તેઓ લગભગ પાગલ થઇ જાય છે. તેમના જીવન સાથીએ સહન કરવું પડે છે. તેઓ અંદરથી ભાવુક હોય છે.
 
સિંહ - સ્‍વભાવની ખામી
સિંહ રાશીની વ્‍યક્તિ સ્‍વયં પોતાના માટે જ મુશ્કેલીનો ખાડો ખોદે છે. તેઓ વર્તમાનની જગ્યાએ ભૂતકાળ અને ભવિષ્‍યની ચિંતા કરે છે. તેમની પ્રકૃતિ શંકાશીલ હોય છે. સૂર્ય તત્‍વના હોવાથી ક્રોધી હોય છે. સ્‍વર્થ, ઇર્ષા, તેમના દુર્ગુણ છે. તેઓ બીજા પર વિશ્વાસ રાખીને દગો મેળવે છે. તેઓ પ્રશંસાના ભુખ્‍યા હોય છે. તેના અભાવમાં તેઓ અત્‍યંત ઉદાસ થઇ જાય છે. ઉપાય- તેમણે ગુરૂવારે ઉપવાસ કરવો જોઇએ. દત્ત, રામકૃષ્‍ણ, હનુમાન, શક્તિ કે ગાયત્રીમાતાજી, એકાદશી, અને ગણેશની ઉપાસના કરવી જોઇએ. માણેક રત્‍ન અને બિલ્લનું મૂળ પાસે રાખવું જોઇએ. રવિવાર કરવાથી સગાઇ જલ્દી થાય છે. ઘઉં, ગોળ, લાલ ફુલ, લાલ ચન્‍દન, તાંબુ તથા લાલ વસ્‍તુનું દાન કરવું. ૐ હ્રા હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ - આ મંત્રનાં ૭૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.
 
સિંહ - ભાગ્યશાળી રત્ન
સિંહ રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન માણેક છે. માટે તેમણે સૂર્ય ખરાબ હોય તો માણેક પહેરવો જોઇએ. રવિવારે સોનાની વીટીમાં મઢાવીને ૩ રત્તીનું માણેક સૂર્યનું ધ્‍યાન ધરીને અનામિકા આંગળીમાં પહેરવું જોઇએ. તેમના માટે તૃણમણિ પણ ઉપયોગી છે. મંગળ ખરાબ હોય તો મૂંગાને પહેરવો જોઇએ. પશ્ચિમની પદ્ધતિ 
પ્રમાણે માણેકની સાથે હીરાને પહેરવાથી સારૂ ફળ મળે છે.

સિંહ - વ્‍યક્તિત્વ
સિંહ ના સ્‍વાભાવ વિશેના અલગ અલગ મત છે. ઘણા તેમને ગતિશીલ, આદર્શ કહે છે. અન્‍ય કઠોર, જડ્, અને આંતકમય કહે છે. અગ્નિ તત્‍વના હોવાથી કામુક, ઉજ્વળ અને વૈભવ પ્રિય છે. તેમનાં પ્રેમ અને કામના મુખ્‍ય લક્ષણો છે. દ્રઢ વિરોધી છે, તેમનો વિરોધ સર્જનાત્‍મક રહે છે. તેમના જીવનમાં ઘણાં ઉતાર-ચળાવ આવે છે. તેઓ કલ્‍પનામાં ડૂબેલા રહે છે. લોકોને આકર્ષવાની ‍શક્તિ હોય છે. તેમની વસ્‍તુ અન્ય ઉપયોગ કરે તે પસંદ નથી. પ્રતિજ્ઞા પાલક છે. પોતાનું કામ ધીમે ધીમે કરીને સફળતા મેળવે છે. તેઓ લેખક, ચિત્રકાર કે નાટ્યકાર હોય છે. વિલાસી જીવન પસાર કરે છે. ઘન કરતા સુખી જીવન વધારે પસંદ છે. તેમને અન્‍ય પાસેથી માન અને સન્‍માન્‍ન મેળવવાની ઇચ્‍છા રહે છે. તેમનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ બીજાની ઉપેક્ષાના કારણે શ્રેષ્‍ઠતા મેળવતા નથી. તેઓ ઉદ્દાર, રોમેંટિક અને આરામ પ્રિય હોય છે. તેમની જરૂરીયાત વધુ અને મોંઘી હોય છે માટે રૂપીયા રહેતા નથી. જીવન શાનથી જીવવા માટે ખોટા ખર્ચ કરે છે. સ્‍વતંત્રતા, મૌલિકતા અને ધ્યેય મેળવવા આત્‍મ બલિદાનની ઇચ્‍છા તેમનો મુખ્‍ય ગુણ છે. આજ્ઞા આપવી તેને પસંદ છે. પરંતુ લેવી પસંદ નથી. તેનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ તેમને નિરંતર પ્રેરણા જરૂરી છે. તેના હૃદયમાં નફરત કે પક્ષપાતની જગ્યા નથી.
 
 સિંહ - શિક્ષણ
સિંહ રાશીની વ્‍યક્તિને શિક્ષણનાં ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે છે. આ લોકો ચિકિત્સા શાસ્‍ત્રમાં હૃદય વિશેષજ્ઞ તથા શિશુ વિશેષજ્ઞ, સાહિત્‍ય, પત્રકાર, રાજકારણ, જ્યોતિષના વિષયમાં શિક્ષા મેળવવામાં વધારે સફળ થાય છે.
 
સિંહ - સ્‍વાસ્‍થ્ય
સિંહ રાશીની વ્‍યક્તિ દેખાવમાં દુર્બળ હોવા છતાં તેમનામાં કામ કરવાની શક્તિ ખતરનાક હોય છે. તેઓ પરિશ્રમી હોય છે. ગળામાં, પેટ, આંખ, લોહીનો વિકાર, કાન, ચામડીનો રોગ, વાયુ ની તકલીફ રહે છે. શરદી જલ્દીથી થાય છે. બાળપણમાં રોગોથી વધારે મુશ્કેલી પડે છે. પરંતુ યુવાનીમાં શક્તિશાળી બને છે. વધારે પ્રમાણે પાણી પીવું સારૂ રહે છે. છાસ, દહીં, પપૈયું, કોબીજ, બટેકા, ટમેટા અને કેરી વધારે પ્રિય છે.
 
સિંહ - ઘર-પરિવાર
સિંહ રાશીની વ્‍યક્તિ પોતાની માતા પ્રત્‍યે ઉચ્‍ચ પ્રેમ અને સન્‍માન્‍ન હોય છે. ઇશ્વરમાં શ્રદ્ધા હોવાથી સુખ-દુઃખ તેમના ચહેરા પર જલ્‍દી દેખાય છે. પરિવારમાં વિશ્વીનીય રહે છે. ભાઇ બહેનમાંથી કોઇ એકનું મૃત્‍યું થતાં આર્થિક તકલીફ પડે છે. યાત્રા દરમ્‍યાન પોતાને તથા એક અખત તેના પિતાને મુશ્કેલી આવે છે. તેમને પિતાનો વિરોધ રહે છે.
 
 સિંહ - ભાગ્યશાળી દિવસ
સિંહ રાશીનો સૂર્ય સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ રવિવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. સાથે ગુરૂવાર પણ શુભ હોય છે.મંગળવાર અશુભ છે. જે દિવસે મીન રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
 સિંહ - ભાગ્યશાળી અંક
"આ રાશિ માટે ૧ અને ૪ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે ૧ ની શ્રેણી ૧, ૧૦, ૨૮, ૩૭, ૪૬.... અને ૪ ની શ્રેણી ૪, ૧૩, ૨૨, ૩૧, ૪૦.... શુભ રહે છે. તે ઉપરાંત ૨, ૩,૯ ના અંક શુભ. પ અંક સામાન્‍ય અને ૬, ૭, ૮ અંક અશુભ છે"
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

25 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર મહાદેવ વરસાવશે પોતાના આશીર્વાદ

Weekly Horoscope- અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

24 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

Vastu tips for purse- આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી પર્સ નોટોથી ભરેલું રહેશે

આગળનો લેખ
Show comments