Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુદાન : ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 23 લોકોનાં મૃત્યુ, મૃતકોમાં અનેક ભારતીય

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (10:28 IST)
સુદાનની રાજધાની ખાર્તુમમાં એક સિરામિક ફેકટરીમાં એલપીજી સિલિન્ડરને લીધે થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં 130 લોકો ઘાયલ થયા હોવાની ખબર છે.
આ ફેકટરીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કામ કરતા હતા.
વિદેશમંત્રી એસ. જયશંકરે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. જોકે, હજી સુધી બ્લાસ્ટમાં કેટલા ભારતીય લોકોનાં મૃત્યુ થયાં છે તે નથી જાણી શકાયું.
 
ખાર્તુમસ્થિત ભારતીય દૂતાવાસે એની વેબસાઇટ પર જાણકારી આપી છે અને એ મુજબ લાપતા લોકોમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હોય એમ પણ હોઈ શકે છે.
દૂતાવાસે જાહેર કરેલી માહિતી મુજબ અત્યાર સુધી 16 ભારતીયો લાપતા છે.
7 ભારતીયોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને 3 લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
 
ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યુ કે કંપનીમાં કામ કરનારા 34 ભારતીયો સુરક્ષિત છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે સુદાનની રાજધાની ખાર્તુમમાં સિરામિક ફેકટરીમાં થયેલા મોટા વિસ્ફોટની માહિતી મળી છે. આ ઘટનાથી હું ખૂબ વ્યથિત છું. મૃતકોમાં કેટલાક ભારતીયો પણ છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Jana Neta Review In Gujarati: ટોકિઝમા રજુ થઈ જન નાયકન, જાણો કેવી છે થલાપતિ વિજયના કરિયરની અંતિમ ફિલ્મ

ગુજરાતી જોક્સ - Fox નુ બહુવચન

ગુજરાતી જોક્સ - સૌથી લાંબી જીભ

ગુજરાતી જોક્સ -બાથમાં

ચાઈના ગેટમાં ડાકુના રોલ માટે 50 દિવસ સુધી ન્હાયો નહોતો આ અભિનેતા, 4000 કરોડની રામાયણમા બન્યો છે અગસ્ત્ય મુનિ

આગળનો લેખ
Show comments