Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી

Webdunia
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (10:21 IST)
હવામાનવિભાગે બે દિવસ (6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર) દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાનવિભાગની વેબસાઇટને ટાંકીને 'ઇન્ડિયા ટુડે'એ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 'ભારેથી બહુ ભારે' ભારે વરસાદ ખાબકી શકે છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર 'વરસાદને પગલે દરિયો તોફાની હોવાની ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે.'
આ દરમિયાન છેલ્લાં દસ વર્ષના વરસાદની 100 ટકા સરેરાશને આ વર્ષે વટાવી દેવાઈ છે. આ વખતે રાજ્યમાં સરેરાશ 100 ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના હવામાનવિભાગના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પડ્યો છે.
તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષ સારું રહ્યું છે અને એક પણ જિલ્લો એવો નથી રહ્યો કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી હોય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પથ્થરમારા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો,

ખુરશી વેચવાની આ Trick ક્યારેય જોઈ છે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

18 વર્ષની છોકરી-19 વર્ષનો છોકરો અને 20 દિવસ હોટલમાં... થયું જીવન બરબાદ

પગ દબાવવા ગયેલી પુત્રવધૂ પર સસરાએ કર્યો બળાત્કાર, સાસુએ કહ્યું- 'આ જ સેવા છે'

વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ વિશેષ - આત્મહત્યાના વિચાર આવે તો શુ કરવુ ? ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર

આગળનો લેખ
Show comments