અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદની બીજી ઈંનિંગ શરૂ થઈ છે. છેલ્લાં ચોવીસ કલાકમાં રાજયના ૯૨ તાલુકાઓમા નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં ૨૮૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ, પારડીમાં ૨૩૯ મી.મી. એટલે કે, નવ ઈંચ અને ઉમરગામમાં ૧૫૩ મી.મી., ગણદેવીમાં ૧૫૨ મી.મી., ઓલપાડમાં ૧૪૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં છ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૦૫-૦૯-૨૦૧૯, સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૪૧ મી.મી. એટલે કે પાંચ ઈંચ, ધરમપુરમાં ૧૪૮ મી.મી., માંગરોળમાં ૧૦૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ અને ધોરાજીમાં ૯૭ મી.મી., વાગરામાં ૯૭ મી.મી., વંથલીમાં ૯૨ મી.મી., અમરેલીમાં ૮૩ મી.મી., જામજોધપુરમાં ૮૨ મી.મી., ધ્રાંગધ્રામાં ૮૦ મી.મી., ખેરગામમાં ૭૬ મી.મી., લખતરમાં ૭૪ મી.મી., માળિયામાં ૭૪ મી.મી. મળી કુલ નવ તાલુકાઓમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત કઠલાલમાં ૬૭ મી.મી., વઢવાણ, ભેસાણ અને કપરાડામાં ૬૫ મી.મી., ઉંઝા, માણસામાં ૬૪ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૬૨ મી.મી., કલોલમાં ૬૧ મી.મી., ધનસુરા, મેંદરડા, બાવળા અને નવસારીમાં ૬૦ મી.મી., વાલોડ, મહેમદાવાદ ૫૯ મી.મી., ધારીમાં ૫૮ મી.મી., ભાણવડમાં ૫૬ મી.મી., દસક્રોઈમાં ૫૪ મી.મી., મોરબી, ધોળકામાં ૫૨ મી.મી., પેટલાદમાં ૫૧ મી.મી., લાઠી, ઉમરેઠમાં ૫૦ મી.મી. મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે અને રાજયના અન્ય ૫૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.