છેલ્લાં થોડાં વર્ષોમાં સ્ત્રીઓને લગતી ફેશનમાં ઘણું ઝડપથી પરિવર્તન આવ્યું છે. ખૂબ જ સાંકડા કૉર્સેટથી માંડીને ફ્લેયર્ડ ડ્રેસ સુધી અને લેડ મિક્સ મેક અપ પ્રોડ્ક્ટથી લઈને નેચરલ ટ્રીટમેંટ સુધી બધું જ બદલાઈ ચૂક્યું છે.
આજના સમયમાં સ્ત્રીઓનું ટ્રાઉઝર પહેરવું ખૂબ સામાન્ય વાત બની ગઈ છે અને હવે તો મહિલાઓના વૉર્ડરોબમાં જીંસ અને ટ્રાઉઝર જ વધારે જોવા મળે છે.
આ તમામ ફેરફાર છતાંય એવું શા માટે જોવા મળે છે કે મહિલાઓનાં કપડામાં એક પણ યોગ્ય રીતે બનાવેલું ખિસ્સું નથી હોતું?
આ સવાલ વાઇરલ થઈ ગયો જ્યારે એક અમેરિકાની લેખિકા હીથર કેજીન્સકીએ એક ટ્વીટ કરીને ખિસ્સાંનો મુદ્દો ઉઠાવ્યો.
"મહેરબાની કરીને સ્ત્રીઓના ખિસ્સાઓમાં પણ ખિસ્સાં બનાવો."
એમણે લખ્યું છે કે, "હે ભગવાન, મારી ત્રણ વર્ષની દીકરી ખૂબ નારાજ છે, કારણ કે એના ડ્રેસમાં ખિસ્સું નથી અને જે છે તે પણ માત્ર કહેવા પૂરતું જ છે. એની પાસે ઘણી એવી ચીજો હોય છે જે એને ખિસ્સામાં મૂકવાની જરૂર હોય છે. મહેરબાની કરીને છોકરીઓ માટે પણ ખિસ્સું બનાવો."
જોકે એમની આ અપીલ બાદ ઘણા લોકોએ કૉમેન્ટ કરીને જણાવ્યું કે બજારમાં ઘણી એવી પ્રોડ્કટ ઉપલબ્ધ છે, જે છોકરાઓ અને છોકરીઓ સમાન રીતે પહેરી શકે છે અને એમાં ખિસ્સા પણ હોય છે.
જ્યારે બીજા ઘણા લોકોનું કહેવું છે કે સ્ત્રીઓનાં કપડામાં ખિસ્સા ના હોવા એ એક સમસ્યા છે અને આ માત્ર બાળકો માટે જ નહીં મોટા માટે પણ એટલી જ લાગુ પડે છે.
ખાસ કરીને સ્ત્રીઓનાં કપડામાં એવા ખિસ્સાં મૂકવામાં આવતા હોય છે જે માત્ર દેખાવ પૂરતાં કે પછી ડ્રેસને સુંદર બનાવવા માટે આપવામાં આવ્યાં હોય છે.
હીદરના પોસ્ટની અસર
પછી તો હીથરે મૂળ ટ્વીટને ડિલીટ કરી દીધી અને લખ્યું કે, "વાત માત્ર ખિસ્સાની નથી, આ સિવાય ઘણી એવી વસ્તુઓ છે જેનાથી હું ચિંતિત છું. મારું બાળક, મોસમ પરિવર્તન, વંશભેદ, નેટ- ન્યૂટ્રેલિટી, અમેરિકી ગણરાજ્ય, સ્કૂલ ફંડ, સ્કૂલોમાં થતી ફાયરિંગ, યૌન-હિંસા,રૉયલ બેબી."
આપણે માનીએ છીએ કે બીજી ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ એમની આ પોસ્ટે ઘણા લોકોને વિચારતા કરી મૂક્યા છે.
સ્ત્રીઓનાં કપડામાં ખિસ્સાં ન હોવાથી સ્ત્રીઓની જીંદગીમાં મુશ્કેલીઓ વધી જાય છે.
સ્ત્રીઓનાં મુદ્દે કામ કરનારી કૈરોલીન ક્રિયાડો પેરેજે પણ 2016માં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
એક બાજુ જ્યારે ફેશનનાં આ યુગમાં સ્ત્રીઓનાં કપડામાં ખિસ્સાંની ઉણપ જોવા મળી રહી છે ત્યારે બન્ને વિશ્વયુધ્ધ દરમ્યાન સ્ત્રીઓના કપડામાં ખિસ્સાં મૂકવામાં આવતાં હતાં.
હા, બિલકુલ સાચું. એમના કપડામાં પૂરતા ખિસ્સાં મૂકવામાં આવતાં હતાં અને એ, એટલા મોટાં રહેતા કે કોઈ પણ સામાન એમાં સરળતાથી મૂકી શકાતો હતો."
વિશ્વયુદ્ધ પછી
પ્રતીકાત્મક તસવીરImage copyrightGETTY IMAGES
યુધ્ધ પછી સ્ત્રીઓનાં કપડાંની ડ્રેસ રેંજમાં એક મોટું પરિવર્તન આવ્યું છે અને સ્કર્ટનું ચલણ શરું થયું અને ધીરે ધીરે ખિસ્સાનું ચલણ ઓછું થઈ ગયું.
વર્ષ 1954માં ક્રિસ્ટિન ડાયોરે જણાવ્યું હતું કે પુરુષોનાં પોશાકમાં ખિસ્સાં વસ્તુઓ રાખવા માટે હોય છે, જ્યારે સ્ત્રીઓનાં કપડામાં એ માત્ર સજાવટ તરીકે જ રાખવામાં આવે છે.
ધીરેધીરે સ્ત્રીઓનાં કપડામાંથી ખિસ્સા નીકળતાં ગયાં અને એમનું કદ પણ ઘટતું ગયું. બરાબર એજ વખતે બેગની પ્રથા પણ શરૂ થઈ.
પરંતુ હવે 2010 માં જ્યારે સ્ત્રીઓને પોતાનો સ્માર્ટ ફોન રાખવા અને ક્રેડિટ કાર્ડ રાખવા માટે જરૂરીયાત ઉભી થઈ ત્યારે ખિસ્સાની ઊણપ વર્તાઈ રહી છે.
આ ખૂબ શરમજનક છે. સ્ત્રીઓ માટે પણ ખૂબ જરૂરી છે. કાઈલી જણાવે છે કે ડાંગરી, ખિસ્સાનો એક ઉમદા વિક્લ્પ છે છતાં દરેક વ્યક્તિ 80ના દાયકાની ફેશનને પહેરવી પસંદ નહીં કરે.
આવામાં એક સવાલ એ ઊભો થાય છે કે શું ફેશનની દુનિયા ક્યારેય સ્ત્રીઓની જરૂરિયાતને સમજી શકશે ખરી?