Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની 2 ઈંટ બનશે રામમંદિરના પાયાનો પથ્થર

ram temple
, બુધવાર, 5 ઑગસ્ટ 2020 (13:03 IST)
આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થશે. જેના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકાશે અને આ ઈંટ જ પર જ રામલલ્લાના મંદિરનું નિર્માણ પામશે. કુલ ત્રણ ઈંટ બની છે. જેમાં 250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટનો સમાવેશ થાય છે. આ ઈંટ માત્ર 7 કલાકના સમયમાં જ બનાવવામાં આવી છે. એક ગુજરાતી મીડિયા સાથેની વાતચિતમાં માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરના પાયા ખોદવા સહિતનું કામ શરૂ થશે ત્યારે આ ઈંટનો ઉપયોગ થશે. હાલમાં આ ઈંટ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. ઈંટ બનાવનાર સોની વેપારી રાજેશભાઈ કાત્રોડિયાએ જણાવ્યું કે, સોમવારે રક્ષાબંધનના પવિત્ર દિને જ્યારે મને જાણ થઇ કે, રામલલ્લાના મંદિરના પાયાના પથ્થરમાં જેને અર્પણ કરવાની છે તે ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મારે બનાવવાની છે. ત્યારે એમ થયું કે જેના સદભાગ્ય હોય તેને આવું સુખ મળે. સમય ઓછો હતો. આટલા અોછા સમયમાં ઈંટ બનાવવી એક પડકાર હતો, પણ પછી તો રામલ્લાએ હિંમત આપી. તાત્કાલિક ચાંદી અને રો મટિરિયલ્સ ભેગું કર્યું, પછી ઈંટ નિર્માણની કામગીરી શરૂ કરી. ઈંટ પર જે એસ.જી.વી.પી. ગુરુકુળ ગુજરાત લખવામાં આવ્યું છે તે માટે લેસર ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. કુલ પાંચ વ્યક્તિની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. ડિઝાઈન સોની ભાઈઓ અને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી પણ આવી ભેટ લઈ જવાઈ છે. બન્ને શહેરમાં બનેલી ભેટની કિંમત અંદાજિત રૂ. 4.50 લાખ છે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના ટેસ્ટ વધારો અને સંક્રમણનું અસલી ચિત્ર રજૂ કરોઃ ગુજરાત હાઈકોર્ટ