Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાના દિવસે જો તમે સોનુ નથી ખરીદી શકતા તો ઘરે લઈ આવો આ વસ્તુ, બંને હાથોથી મા વરસાવશે આશીર્વાદ

Webdunia
ગુરુવાર, 3 એપ્રિલ 2025 (13:17 IST)
Akshaya Tritiya 2024: આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ ના રોજ અક્ષય તૃતીયા ઉજવાય છે. આ દિવસન એ અખાત્રીજ ના નામથી પણ ઓળખવામાં આવે છે.  અખાત્રીજનો દિવસ આખા વર્ષની શુભ તિથિઓની શ્રેણીમાં આવે છે. આવામાં આ દિવસે કોઈપણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. અખાત્રીજનો દિવસ ગૃહ પ્રવેશ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. બીજી બાજુ અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાનુ વિધાન છે. કહેવાય છે કે સોનુ ખરીદવાથી આખુ વર્ષ ઘરમાં લક્ષ્મીની કૃપા વરસે છે.  પણ જો તમે સોનુ ન ખરીદી શકતા હોય તો અખાત્રીજના દિવસે આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. 
 
ચાંદી - અખાત્રીજના દિવસે જો તમે સોનુ ન ખરીદી શકતા હોય તો ચાંદીની ખરીદી પણ કરી શકો છો. સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ઘાતુમાંથી એક હોય છે. તમે અખાત્રીજના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ સામાન ખરીદી શકો છો. 
 
જવ - અખાત્રીજ પર જવ ખરીદવા પણ શુભ અને લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે જવ ખરીદવાથી ઘરમાં બરકત રહે છે અને મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. તો તમે અખાત્રીજના દિવસે તમારા ઘરે જવ પણ ખરીદીને લાવી શકો છો. 
 
કોડી - જો તમે ઈચ્છો છો કે તમારા ઘર-પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા સદૈવ રહે તો અખાત્રીજ ના દિવસે કોડી જરૂર ખરીદીને લાવો.  એવુ કહેવાય છે કે દેવી લક્ષ્મીને કોડી ખૂબ પ્રિય છે. તો અખાત્રીજના દિવસે કોડીને માતા લક્ષ્મીના ચરણો પર ચઢાવો અને પછી તેને લાલ રંગના કપડામાં લપેટીને તિજોરીમાં મુકી દો. તેનાથી તમારા ઘનમાં વૃદ્ધિ થશે અને મા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે. 
 
ઘર-વાહન - અક્ષય તૃતીયાના દિવસે સોનુ-ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો. તેનાથી ઘરમાં મા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ કાયમ રહે  છે. સાથે જ પરિવારમાં એકતા અને ખુશહાલી બની રહે છે. 
 
માટીનો ઘડો કે માટલુ - અખાત્રીજના દિવસે માટીનો ઘડો ખરીદવો પણ પુણ્યકારી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને તેમા શરબત ભરીને દાન કરવાથી અનેક ગણુ વધુ શુભ ફળ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments