Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અખાત્રીજ પર કરો રાશિ મુજબ ખરીદી... થશે લાભ જ લાભ

અખાત્રીજ પર કરો રાશિ મુજબ ખરીદી... થશે લાભ જ લાભ
, બુધવાર, 18 એપ્રિલ 2018 (10:55 IST)
18 એપ્રિલના રોજ અખાત્રીજ છે. જેવુ કે નામથી જ સ્પષ્ટ છે અક્ષય અર્થાત જેનો ક્યારેય ક્ષય થાય.   અક્ષય તૃતીયા એક અતિ મહત્વપૂર્ણ પર્વ છે. અખાત્રીજને અબૂઝ અને સ્વયં સિદ્ધ મુહૂર્તની માન્યતા પ્રાપ્ત છે. પ્રતિવર્ષ અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે સંપન્ન કરવામાં આવેલ સાધનાઓ અને દાન અક્ષય રહીને શીધ્ર ફળદાયી થાય છે. આ દિવસે સોનુ ખરીદવુ અને દાન કરવાની પરંપરા જોવા મળે છે. એવુ કહેવાય છે કે તેનાથી સંપન્નતા અક્ષય થઈ જાય છે અને ઘરમાં સુવર્ણ અને ધનના ભંડાર ભર્યા રહે છે.  પણ આ દિવસે રાશિ મુજબ ખરીદી કરવાથી વિશેષ લાભ થશે... 
 
અખાત્રીજ પર કરો રાશિ મુજબ ખરીદી.. થશે લાભ જ લાભ 
 
મેષ રાશિ - અક્ષય તૃતીયા પર મેષ રાશિના જાતકો માટે ટીવી ફ્રિઝ મોબાઈલ ફોન કે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવુ શુભ રહેશે. 
 
વૃષભ રાશિ - આ સમય તમારા ખર્ચ થશે. આ રાશિના જાતકો માટે આ સમય સંપત્તિ ભૂમિ ભવન કે ભૂમિ સંબંધી રોકાન માટે શુભ છે. 
 
મિથુન - રા સમય તમારે માટે ખૂબ અનુકૂળ કહી શકાય છે. મિથુન રાશિના જાતકો માટે ટુ વ્હીલર વાહન, કાર અને અન્ય મશીનરી વેચાણ કરવાનો શુભ સમય છે. 
 
કર્ક રાશિ - મોટાભાગના ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ શકે છે. આ રાશિના જાતક આ સમયે શેયર સોના-ચાંદી અને ભૂમિ વગેરેમાં રોકાણ કરી શકો છો. 
 
સિંહ રાશિ - ભાગ્યમાં પ્રગતિનુ વાતાવરણ રહેશે. આ રાશિના જાતક ગૃહ સજ્જા અને અન્ય સજાવટી ઉપકરણ જેવા કલાત્મક ચિત્ર કે મૂર્તિયો ખરીદી શકો છો. 
 
કન્યા રાશિ - આ સમયે તમને તમારા સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ રાશિના જાતકો માટે આ સમય શ્રૃંગાર સંબંધી વસ્તુઓ અને આભૂષણ ખરીદવા માટે ઉત્તમ સમય છે. 
 
તુલા - આ સમય તમને જીવનસાથી તરફથી સહયોગ લઈને ચાલવુ પડશે. આ રાશિના જાતક આ સમયે અન્ન-વસ્ત્રનુ વેચાણ કરે.  આ વસ્તુઓમાં રોકાણ પણ કરી શકાય છે.  ખાડ ચોખા વગેરેનુ દાન કરો. 
 
વૃશ્ચિક રાશિ - છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સમસ્યાથી પરેશાન છો તો રાહત મળી શકે છે. આ રાશિના જાતક આ સમયે મૂલ્યવાન ધાતુ જેવા સોના-ચાંદી, તાંબા-કાંસા, પ્લેટિનમમાં રોકાણ કરો. 
 
ધનુ રાશિ - આ સમય તમને યશ અને પ્રતિષ્ઠા અપાવવા માટે  ઉત્તમ છે. આ રાશિના જાતકો માટે ટીવી, ફ્રિઝ, મોબાઈલ ફોન કે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા શુભ રહેશે. 
 
મકર રાશિ - પારિવારિક સહયોગ મળશે. બીજી બાજુ રાજનીતિ સાથે જોડાયેલ વ્યક્તિને પણ લાભ થશે. આ રાશિના જાતકો માટે ટુ વ્હીલર વાહન કાર અને અન્ય મશીનરીનુ વેચાણ કરવા માટે શુભ સમય છે. 
 
કુંભ રાશિ - આ રાશિના જાતકો માટે આ સમય સંપત્તિ, જમીન કે  મકાન સંબંધી રોકાણ માટે અત્યંત શુભ છે. આ સ્થાયી સંપત્તિ ફળદાયી રહેશે. 
 
મીન રાશિ - આ સમયે તમારે માટે ધન ખર્ચ થવાના સંકેત છે.  આ રાશિના જાતકો માટે આ સમય ફર્નીચર કે સજાવટી સામાન વેચાણ માટે યોગ્ય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akshaya Tritiya - આ ઉપાયોથી લગ્નમાં આવી રહેલ પરેશાની દૂર થઈ જશે