Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 2 હજાર સાધુસંતો જોડાશે

Webdunia
સોમવાર, 27 જૂન 2022 (17:48 IST)
રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. જેમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે. રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે.આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રામાં ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાન માટેના વાઘા રંગેચંગે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. 3 અલગ પરિવારો દ્વારા ભગવાનના વાઘાની યજમાની કરવામાં આવી છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત ફરે ત્યારે નેત્રોત્સવ, બીજા દિવસે સોનાવેશ, રથયાત્રાના દિવસે તેમજ રથયાત્રાના બીજા દિવસના ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.ભગવાનનો મુગટથી લઈ તમામ વસ્ત્રો આજે મંદિરને સોંપવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે ભગવાનની મંગળા આરતીના વાઘા શહેર ભાજપ મહામંત્રી ભૂષણ ભટ્ટના પરિવાર દ્વારા આપવામાં આવ્યા છે.મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે 29, 30 જૂન અને 1 જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જુને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. 29મી જૂનના રોજ સવારે 11 વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે.બીજા દિવસે અષાઢી સુદ એકમના 30 જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે. 10.45 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથ નું પૂજન અને આરતી કરવામાં આવશે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments