Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Ganga Dussehra 2023- ગંગા દશેરા ક્યારે છે? શા માટે મનાવવામાં આવે છે, જાણો તેનું ધાર્મિક મહત્વ

Ganga Dussehra 2023
, રવિવાર, 28 મે 2023 (14:58 IST)
Ganga Dussehra 2023 હિંદુ ધર્મ શાસ્ત્રમાં દશેરાનુ ખૂન મોટુ મહત્વ છે. ગંગા દશેરા નિર્જલા એકાદશીના દિવસે 1 દિવસ પહેલા જયેષ્ઠ મહીનાની શુક્લ પક્ષની દશમીને ઉજવાય છે. આ વર્ષે 30 મે ના દિવસે પડશે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગંગા સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીના કમંડળથી નિકળીને પૃથ્વી પર અવતરિત થઈ હતી. રાજા ભગીરથના કઠોર તપસ્યાના કારણે માતા ગંગાનો આગમન પૃથ્વી પર થયો હતો. પૃથ્વી પર આવવાથી પહેલા ગંગા નદી સ્વર્ગનો ભાગ હતી. 
 
દશેરાનો અર્થ
દશેરાનો અર્થ છે 10 માનસિક વિકારોનો નાશ. આ દસ માનસિક વિકૃતિઓ છે ક્રોધ, લોભ, આસક્તિ, અભિમાન, ઈર્ષ્યા, અહંકાર, આળસ, હિંસા અને ચોરી. હિંદુ ધર્મમાં ગંગા દશેરાનો તહેવાર
 
તે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. 
 
ગંગા દશેરા શા માટે ઉજવાય છે 
પૌરાણિક કથાઓ મુજબ રાજા ભગીરથની તપસ્યા, અથાક કોશિશ અને પરિશ્રમના કારણે આ દિવસે ગંગા બ્રહ્માજીના કમંડળમાંથી નીકળીને શિવના વાળમાં બેસી ગઈ.અને શિવજીએ પોતાની શિખા ખોલીને ગંગાને પૃથ્વી પર જવાની મંજૂરી આપી હતી. તેથી જ ગંગાના ઉતરાણના દિવસને ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે.
 
ગંગા દશેરાનું મહત્વ
હિંદુઓની ધાર્મિક માન્યતા અનુસાર ગંગા દશેરાના દિવસે સવારે ગંગામાં સ્નાન કરીને માતા ગંગાની આરતી કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. ગંગામાં
 
સ્નાન પછી દાનનું પણ વિશેષ મહત્વ છે.
એવું માનવામાં આવે છે કે ગંગાના પાણીમાં જીવજંતુઓ ક્યારેય પ્રવેશતા નથી અને તેનું પાણી પ્રદૂષિત નથી હોતું, તેથી આ પાણીમાં સ્નાન કરવાથી રોગોનો નાશ થાય છે.
ગંગા દશેરાના દિવસે સ્નાન, ધ્યાન અને પ્રાર્થના કરવાથી શરીર શુદ્ધ અને માનસિક વિકારોથી મુક્ત બને છે.
અમૃતધારી માતા ગંગાના સ્પર્શથી જ ચરતા જીવોના પાપોનો અંત આવે છે અને તેમને મુક્તિ મળે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guruwar Upay- આજે હળદરના આ ઉપાયથી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે