Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Ganga Dussehra- જાણો ગંગા દશેરાના દિવસે પૂજન અને ડુબકી લગાવવામાં 10ની સંખ્યાનો શું છે મહત્વ

Ganga Dussehra- જાણો ગંગા દશેરાના દિવસે પૂજન અને ડુબકી લગાવવામાં 10ની સંખ્યાનો શું છે મહત્વ
, ગુરુવાર, 9 જૂન 2022 (00:12 IST)
જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી.પુરાણો મુજબ આ દિવસે ગંગા સ્નાનનો ખાસ મહત્વ હોય છે. સાથે જ આ દિવસે ગંગાની ખાસ પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક કરાય છે. ગંગા દશેરા પર દાન અને ઉપવાસનો ખાસ મહત્વ હોય છે. દસ પ્રકાર પાપને દૂર કરવાના કારણે તેને દશેરા કહે છે. આ દસ પ્રકાર પાપ ત્રણ કાયિક, ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે. આ વર્ષે જ્યેષ્ઠ માસમાં આવે છે. તેથી જ્યેષ્ઠ માસની શુક્લપક્ષની દશમી તિથિને ગંગા દશેરા ઉજવાશે. ગંગા દશેરાના શુદ્ધમાસમાં આ દિવસે માતા ગંગાજી કે પાસએ સ્થિત કોઈ પવિત્ર નદીમાં સ્નાન અને પૂજન કરવાની પરંપરા છે. ગંગા સ્નાન કરતા સમયે ૐ નમ: નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમ: નો જપ કરવું જોઈએ. 

માત્ર દર્શનથી દૂર હોય છે કષ્ટ
માન્યું છે --ગંગે તવ દર્શનાત મુક્તિ: એટલે શ્રદ્ધા અને નિષ્કપટ ભાવથી ગંગાજીના દર્શન કરી લેવા માત્રથી જીવને કષ્ટથી મુક્તિ મળે છે અને તેમજ ગંગાજળના સેવન માત્રથી જ પ્રાપ્ત હોય છે. પાઠ, યજ્ઞ, મંત્ર, હોમ અને દેવ દર્શન વગેરે બધા શુભ કાર્યથી પણ જીવને તે ગતિ નહી મળે છે જે ગંગાજળના સેવન માત્રથી મળે છે. તેમની મહિમાના યશોગાન કરતા ભગવાન શિવ શ્રી વિષ્ણુ કહે છે -હે સૃષ્ટિઅના પાળનહાર! બ્રાહ્મણના શ્રાપથી ખૂબ વધારે કષ્ટમાં પડેલા જીવને ગંગા સિવાય બીજા કોણ સ્વર્ગલોકમાં પહોંચી શકે છે. કારણકે માં ગંગા શુદ્ધ, વિદ્યાસ્વરૂપા, ઈચ્છાજ્ઞાન અને ક્રિયારૂપ, દૈહિક, દૈવિક અને ભૌતિક તાપોંને શમન કરનારી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થને આપનારી શક્તિ સ્વરૂપા છે. તેથી તેને આનંદ મયી ધર્મસ્વરૂપણી જગત્ધાત્રી, બ્રહ્મવસ્રૂપણી અખિલ વિશ્વની રક્ષા કરનારી ગંગાને હું મારા શીશ પર ધારણ કરું છું. 
 
જો ન લગાવી શકાય ગંગામાં ડુબકી 
કળયુગમાં કામ ક્રોધ,મદ, લોભ, મત્સર, ઈર્ષ્યા વગેરે બધા વિકારનો સંપૂર્ણ નાશ કરવામાં ગંગાની સમાન કોઈ બીજું નહી છે. વિધિહીન, ધર્મહીન, આચારણહીન માણસને ક્યારે પણ જો ગંગાનો સાનિધ્ય મળી જાય તો તે પણ મોહ અને અજ્ઞાનના સંસાર સાગરથી પાર થઈ જાય છે. સ્કંદપુરાણના મુજબ ગંગા દશેરાના દિવસએ માણસને કોઈ પણ પવિત્ર નદી પર જઈને સ્નાન, ધ્યાન અને દાન કરવું જોઈએ. તેનાથી તે તેમના બધા પાપથી મુક્તિ મેળવે છે. જો કોઈ માણસ પવિત્ર નદી સુધી નહી જઈ શકે, ત્યારે તેને તેમના ઘરની પાસે જ કોઈ નદી પર મા ગંગાનો સ્મરણ કરતા સ્નાન કરીએ અને આ પણ શકય નહી હોય તો ગંગાની કૃપા મેળવા માટે આ દિવસે ગંગાજળને સ્પર્શ અને સેવન જરૂર કરવું જોઈએ. 
 
દસ પાપોંથી મળે છે મુક્તિ 
શાસ્ત્રો મુજબ ગંગા અવતરણના આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન અને પૂજન-ઉપવાસ કરનાર માણસ દસ પ્રકારના પાપથી છૂટી જાય છે. તેમાંથી ત્રણ પ્રકારના દૈહિક, ચાર વાણીના દ્વારા કરેલ અને ત્રણ માનસિક પાપ, આ બધા ગંગા દશેરાના દિવસે પતિતપાવની ગંગા સ્નાનથી ધૂળી જાય છે. ગંગામાં સ્નાન કરતા સમયે પોતે શ્રી નારાયણ દ્વારા જણાવેલ મંત્ર - "ૐ નમો ગંગાયૈ વિશ્વરુપૈણ્ય નારાયણ્યૈ નમો નમ:" નો સ્મરણ કરવાથી માણસને પરમ પુણ્યની પ્રાપ્તિ હોય છે. 
 
દસ-દસ સામગ્રીનો મહત્વ 
ગંગા દશેરાના દિવસે શ્રાલુજન જે પણ વસ્તુનો દાન કરે, તેમની સંખ્યા દસ હોવી જોઈએ અને જે વસ્તુથી પણ પૂજન કરે, તેની સંખ્યા પણ દસ જ હોવી જોઈએ. આવું કરવાથી શુભ ફળોમાં વૃદ્ધિ હોય છે. દક્ષિણ પણ દસ બ્રાહ્મણોને આપવી જોઈએ. જ્યારે ગંગા નદીમાં સ્નાન કરો ત્યારે દસ વાર ડુબકી લગાવવી જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahesh Navami 2022: કાલે મહેશ નવમી? જાણો ભગવાન શિવને સમર્પિત શા માટે રાખીએ છે આ વ્રત વાંચો કથા