તુલા : દૂધ, દહી, માખણ, સાકર ચઢાવો. પાણી કે દહીં સાથે સાકર, ચોખા, સફેદ તલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલ અને સુંગંધીત અત્તરમાંથી કોઈપણ એક વસ્તુ દ્વારા અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
વૃશ્ચિક : મધ, ચોખ્ખુ ઘી, ગોળ, બિલ્વપત્ર, લાલ ગુલાબ ચઢાવો. પાણી અથવા દૂધ સાથે ઘી, ગોળ, મધ, લાલચંદન અને લાલરંગના ફુલમાંથી મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
ધનુ : શુદ્ધ ઘી, મધ, ખાંડ, બદામ, પીળા ફુલ, પીળા ફળ ચઢાવો પાણી કે દૂધમાં હળદર, કેસર, ચોખા, ઘી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસરમાંથી એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
મકર : સરસિયાનુ તેલ, તલનુ તેલ, કાચુ દૂધ, જાંબુ, ભૂરા ફુલ ચઢાવો. ગંગાજળ અથવા દહીં સાથે કાળા તલ, સફેદ ચંદન, સાકર, ચોખામાંથી એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
કુંભ : કાચા દૂધ, સરસિયાનુ તેલ, તલનુ તેલ, ભૂરા ફુલ ચઢાવો. પાણી અથવા દહીં સાથે મળદર, કેસર, ચોખા, ઘી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસરમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
મીન : શેરડીનો રસ, મધ, બદામ, બિલીપત્ર, પીળા ફુલ, પીળા ફળ ચઢાવો. પાણી અથવા દૂધ સાથે હળદળ, કેસર, ચોખા, ધી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસરમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
મહાશિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારના દિવસોમાં કોઈપણ વ્યક્તિને પોતાની રાશિની જાણકારી ન હોય તો એ પંચામૃત થી શિવલીંગ પર અભિષેક કરી શકે છે.