ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ મનુષ્યને ફળ આપે છે. તે સારા કર્મ કરનારાઓને જ્યા લાભ પહોંચાડે છે તો બીજી બાજુ ખરાબ કર્મ કરનારાઓને દંડ પણ આપે છે. એટલે જ તો કહેવાય છે કે શનિ મનુષ્યના કર્મો મુજબ ન્યાય કરતા રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે. શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતીનો દિવસ ખૂબ ખાસ છે. તમે પણ સાવધાની રાખીને કૃપા પ્રાર્થી બની શકો છો.
શનિને પ્રસન્ન કરવા શુ કરશો
શનિ જયંતી પર તેનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સવારે સૂર્ય ઉદય પહેલા શરીર પર સરસવના તેલની માલિશ કરીને સ્નાન કરો. કાળા રંગના
લોખંડના પાટલા પર કાળુ વસ્ત્ર પાથરીને શનિ દેવની વિધિપૂર્વક પૂજા કરો. અથવા મંદિરમાં શનિ દેવ પર કાળા વસ્ત્ર અને સુરમા જરૂર ચઢાવો. શનિ
દેવને કાળા રંગ ખૂબ પ્રિય છે. સરસવના તેલનો દીવો પ્રગટાવો. ભૂરા કે કાળા પુષ્પોથી તેમનુ પૂજન કરો. પ્રસાદના રૂપમાં શ્રી ફળ સાથે અન્ય ફળ
ચઢાવો.
આ દિવસ ગાય, કાગડા અને કાળા કૂતરાને તેલ લગાવીને રોટલી કે કોઈ વસ્તુ જરૂર ખવડાવો. વડીલો અને ગરીબોની સેવા અને મદદ કરો. તેમને
મીઠી અને ચટપટી વસ્તુઓ ખવડાવો. આ દિવસે કુષ્ઠ રોગીઓની મદદ કરો અને આંધળાને ખાવા-પીવાની વસ્તુઓ આપો.
અડદની દાળથી બનેલી વસ્તુઓનુ દાન કરવાથી ભગવાન શનિ ખૂબ પ્રસન્ન થાય છે. કાળી અડદ, લોખંડથી બનેલો સામાન, તેલથી બનેલે વસ્તુઓનો
ભોગ લગાવો. પીપળના ઝાડ પર પણ તેલનો દીવો પ્રગટાવો. હનુમાનજીનું પણ પૂજન કરો. ગરીબોને શનિની પ્રિય વસ્તુઓનુ દાન કરો.
શુ ન કરવું
- શનિ જયંતી પર સૂર્ય દેવની જો પૂજા ન કરો તો સારુ છે
- શનિજીની મૂર્તિ કે ચિત્રની આંખોમાં આખ નાખીને ક્યારેય ન જુઓ.
- આ દિવસે બની શકે તો યાત્રા ટાળવી જોઈએ.
- બ્રહ્મચર્યનુ પાલન કરો.