Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanuman Ashtak Path: આ પાઠ કરવાથી દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (13:19 IST)
बाल समय रवि भक्षि लियो तब,
तीनहुं लोक भयो अंधियारों
ताहि सो त्रास भयो जग को,
यह संकट काहु सों जात न टारो
देवन आनि करी विनती तब,
छाड़ि दियो रवि कष्ट निवारो
को नहीं जानत है जग में कपि,
संकटमोचन नाम तिहारो,  – १
 
ભાવાર્થ  - તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને ગળી ગયા હતા અને ત્રણેય લોકમાં અંધારુ છવાઈ ગયું હતું. આ બ્રહ્માંડ કટોકટીમાં હતું. આ સંકટ કોઈ ટાળી શકે તેમ નહતું. જ્યારે બધા જ દેવતાઓએ તમને સૂર્યને છોડી દેવા પ્રાર્થના કરી ત્યારે તમે તેમની વિનંતી માન્ય રાખી. તમારા સંકટ મોચન એટલે કે કષ્ટ દૂર કરનાર નામને આ દુનિયામાં કોણ નથી ઓળખતું? જ્યારે હનુમાનજીએ ઉગતા સૂર્યને જોયો અને તેને પકડવા છલાંગ મારી ત્યારે તે પોતાની જિજ્ઞાસાને પૂરી કરતા હતા. સત્ય અને ડહાપણની શોધ માટેની ભૂખે જ હનુમાનજીને આકાશમાં ઊંચે પહોંચાડી દીધા હતા.
 
बालि की त्रास कपीस बसै गिरि,
जात महाप्रभु पंथ निहारो
चौंकि महामुनि शाप दियो तब ,
चाहिए कौन बिचार बिचारो
कैद्विज रूप लिवाय महाप्रभु,
सो तुम दास के शोक निवारो, – को – २
 
ભાવાર્થ - વાનરોના રાજા બાલિના ડરથી સુગ્રીવ પહાડ પર રહેતો હતો. સુગ્રીવને ખબર હતી કે સંતના શ્રાપના કારણે બાલિ પહાડ પર નહિ આવી શકે. આમ છતાંય તે ડરમાં જીવતો હતો. તમારા સિવાય બીજું કોણ આ સમસ્યાનું સમાધાન કરી શકત? ભગવાન શ્રી રામને તેમના રસ્તે જોઈને તમે બ્રાહ્મણનો અવતાર લીધો અને તેમને સુગ્રીવ પાસે લઈ આવ્યા અને તેને દુઃખમાંથી મુક્ત કર્યો. આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?
 
अंगद के संग लेन गए सिय,
खोज कपीश यह बैन उचारो
जीवत ना बचिहौ हम सो जु ,
बिना सुधि लाये इहाँ पगु धारो
हेरी थके तट सिन्धु सबै तब ,
लाए सिया-सुधि प्राण उबारो,- को – ३
 
ભાવાર્થ - તમે અંગદ સાથે સીતાજીને શોધવા ગયા અને અંગદે કહ્યું, “અહીંથી સીતાજીના સમાચાર લીધા વિના આવીશું તો પોતાના પ્રાણ ત્યાગી દઈશું.” દરિયા કિનારે થાકેલી વાનર સેનાને જોઈને તમે સીતાજીના ખબર-અંતર લઈ આવ્યા અને તેમના જીવ બચાવ્યા. આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?ઉલ્લેખનીય છે કે હનુમાનજીએ સમુદ્ર પર ભૂસકો માર્યો હતો અને એકલા હાથે સોનાની લંકા પર આગ ચાંપી હતી. તેમણે સીતાજીના સમાચાર લાવીને વાનરસેનાનો જીવ બચાવ્યો હતો
 
रावण त्रास दई सिय को तब ,
राक्षसि सो कही सोक निवारो
ताहि समय हनुमान महाप्रभु ,
जाए महा रजनीचर मारो
चाहत सीय असोक सों आगिसु ,
दै प्रभु मुद्रिका सोक निवारो, -को – ४
 
રાવણે તેની રાક્ષસીઓને સીતાને ડરાવવા કહ્યું. સીતાએ કહ્યું, “મારુ દુઃખ દૂર કરો.” ત્યારે ફક્ત તમે જ આ રાક્ષસીઓને પાઠ ભણાવ્યો હતો. જ્યારે સીતાએ તેની પીડા ઓછી કરવા માટે અશોકવનના ઝાડને આગ ચાંપી દેવાની વાત કરી ત્યારે તમે જ તેમને ભગવાન શ્રીરામની વીંટી આપી તેમનું દુઃખ ઓછું કર્યું હતું. આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?ઉલ્લેખનીય છે કે અશોકવનમાં સીતાજી વૃક્ષને પ્રાર્થના કરા હોય છે ત્યારે હનુમાનજી ભગવાન શ્રી રામની નિશાની સ્વરૂપ વીંટી નીચે ફેંકે છે જે જોઈને સીતાજી હર્ષિત થઈ જાય છે.
 
 
बान लग्यो उर लछिमन के तब ,
प्राण तजे सुत रावन मारो
लै गृह बैद्य सुषेन समेत ,
तबै गिरि द्रोण सुबीर उपारो
आनि संजीवन हाथ दई तब ,
लछिमन के तुम प्रान उबारो, – को – 
 
५જ્યારે રાવણના પુત્રનું એક બાણ લક્ષ્મણના હૃદયમાં વાગ્યું અને તે મૂર્છિત થઈ ગયા ત્યારે તમે જ વૈદ્ય સુશેનને તેમના આખા ઘર સાથે લઈ આવ્યા હતા. ત્યાર પછી તમે દ્રોણની ટોચ ઉખાડી સંજીવની લાવી લક્ષ્મણને બચાવી લીધા. આ દુનિયામાં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?
 
रावन युद्ध अजान कियो तब ,
नाग कि फांस सबै सिर डारो
श्री रघुनाथ समेत सबै दल ,
मोह भयो यह संकट भारो
आनि खगेस तबै हनुमान जु ,
बंधन काटि सुत्रास निवारो,- को – ६
 
જ્યારે રાવણે યુદ્ધમાં શ્રી રામ અને તેમની સેનાને સાપના ગાળિયામાં બાંધી લીધી અને બધા આ ભ્રમમાં ઘેરાઈને પોતાની જાતને મુક્ત નહતા કરી શકતા ત્યારે હનુમાનજી દૈવી પક્ષી ગરૂડને લઈ આવ્યા હતા. ગરૂડે બધા જ સાપનું ભક્ષણ કરીને વાનરસેનાને મુક્ત કરી હતી. કોણ નથી જાણતું, તમારુ નામ સંકટ મોચન છે??
 
बंधु समेत जबै अहिरावन,
लै रघुनाथ पताल सिधारो
देवहिं पूजि भली विधि सों बलि ,
देउ सबै मिलि मन्त्र विचारो
जाये सहाए भयो तब ही ,
अहिरावन सैन्य समेत संहारो,- को – ७
 
અહિરાવન પૂજામાં કાળી માતાને બલિ ચડાવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણને બીજા લોકમાં લઈ ગયો ત્યારે તમે ત્યાં રક્ષક તરીકે ગયા, અહિરાવન અને તેની આખી સેનાનો વધ કર્યો. આ દુનિયામાં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?
 
 
काज किये बड़ देवन के तुम ,
बीर महाप्रभु देखि बिचारो
कौन सो संकट मोर गरीब को ,
जो तुमसो नहिं जात है टारो
बेगि हरो हनुमान महाप्रभु ,
जो कछु संकट होए हमारो,- को – ८
 
તમે તો બહાદુરી દર્શાવી ભગવાનના દુઃખ દૂર કર્યા છે. તો વિચારો, મારા જેવા સાધારણ ભક્તની એવી કઈ મુશ્કેલી હોય જે તમે દૂર ન કરી શકો? ઓ મહાવીર, મારા દુઃખ જલ્દી વિખેરી નાંખો. આ દુનિયામાં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments