Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રદોષ વ્રત - માનસિક રોગ અને કર્જથી પરેશાન લોકો માટે વિશેષ ફળદાયી છે આ વ્રત

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (09:05 IST)
ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવાથી સુખી જીવન અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
પ્રદોષ વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. પ્રદોષ વ્રત ખાસ કરીને એવા લોકોએ કરવું જોઈએ જેઓ કર્જમાં ડૂબેલા છે અથવા જેઓ પોતાની જમીન, મકાન, મિલકત ખરીદવા માંગે છે. પ્રદોષ વ્રત દરમિયાન શિવ સ્તોત્રનો પાઠ કરો. કપાળ, ગળા અને નાભિ પર કેસરનું તિલક લગાવો. પ્રદોષ વ્રતના દિવસે પીપળના ઝાડની 108 પરિક્રમા કરતી વખતે જળ ચઢાવો. પ્રદોષ તિથિ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પ્રદોષ વ્રતની પૂજા સૂર્યાસ્તના લગભગ 45 મિનિટ પહેલા પ્રદોષ કાલ સંધ્યાના સમયે શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવી તે લોકો માટે ખૂબ જ શુભ હોય છે જેમને માનસિક રીતે બીમારી હોય અથવા જેમનુ સ્વાસ્થ્ય નબળુ હોય. 
 
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભક્તિભાવ અને વિધિ વિધાનથી શિવની પૂજા કરો. આ વ્રત કરવાથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. પરિવારમાં સુખ-સંપત્તિ  માટે ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવો. ભગવાન શિવની પૂજા કરવાથી ઘર કે ઓફિસમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. આ વ્રત દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments