rashifal-2026

હનુમાનજીની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ 5 ભૂલ

Webdunia
શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (06:04 IST)
મીઠું વર્જિત - જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેમને આ દિવસે મીઠાનુ સેવન ન  કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળી વસ્તુનું  સેવન ન કરવું.સ્ત્રીઓએ  હનુમાનજીની પૂજા અને સ્પર્શ ન કરવો

રામભક્ત હનુમાન સીતાજી માં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રીના સ્પર્શથી દૂર રહેતા  તેથી માતા સ્વરૂપ મહિલા  પૂજા કરે કે  તેમનો સ્પર્શ એવુ તેઓ પસંદ કરતા નહોતા.  પણ  જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેમનેસ્પર્શ ન કરવુ જોઈએ તેમને ચાંદલો ન કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું.
 
લાલ રંગ  પ્રિય - ભૂલથી પણ કાળા કે સફેદ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ન કરવી. આવું કરવાથી પૂજાના નકારાત્મક અસર પડે છે. હનુમાનજીને લાલ રંગ પ્રિય છે. તેથી તેની પૂજા લાલ અને જો લાલ ન હોય તો પીળા વસ્ત્રમાં જ કરવી.
 
શુદ્ધતાનુ રાખો ધ્યાન  - હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનું ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેમની પૂજા કરતી વખતે  પૂજા કરતા સમયે તન મનની સંપૂર્ણ સફાઈ કરી  લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન તો  ઘરે તેમની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો.
 
શાંતિપ્રિય હનુમાન - જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાન આવી પૂજાથી પ્રસન્ન થતા નથી અને પૂજાનુ ફળ પણ મળતુ નથી. 
 
આ પણ ધ્યાન રાખો
 
હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો પ્રયોગ થતો નથી  આ સાથે જ ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો

PHOTOS / અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની 15 લેટેસ્ટ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો હતો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

બાળકોના જોકસ

ગુજરાતી જોક્સ- યાદ રાખવું આટલું સરળ હોત

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments