Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીના ઉપાય- આ 15 ઉપાયોથી દૂર થશે દરિદ્રતા

Webdunia
મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (08:27 IST)
હિન્દી પંચાગ મુજબ શુક્રવારે 22 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે કરવામાં આવેલ હનુમાનજીના ઉપાયોથી બધી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ શકે છે. અહી જાણો હનુમાન પર કરવામાં આવતા 15  વિશેષ ઉપાય... 
 
1. હનુમાનજીની મૂર્તિ પર તલના તેલમાં સિંદૂર મિક્સ કરીને ચોલા ચઢાવો. ચોલા ચઢાવતી વખતે આ મંત્રનો જપ કરો... 
મંત્ર - સિન્દૂર શોભનં રક્તં સૌભાગ્યસુખવર્ધનમ 
      શુભદં ચૈવ માડ્ગલ્યં સિન્દૂરં પ્રતિગૃહ્યતામ 
 
2. એક નારિયળ પર સિંદૂર લગાવો અને લાલ દોરો લપેટો. ત્યારબાદ આ નારિયળને હનુમાનજીને ચઢાવો. 
3. હનુમાનજીને લાલ કે પીળા ફૂલ જેવા કે કમળ, ગુલાબ, હજારી,  કે સૂર્યમુખી ફૂલ નિયમિત રૂપે ચઢાવવાથી બધા સુખ પ્રાપ્ત થાય છે. 
4. હનુમાનજીને સવારે સવારે નારિયળ અને ગોળ કે ગોળથી બનેલ લાડુનો ભોગ લગાવવો જોઈએ. 
5. હનુમાનજીની મૂર્તિ પર લાલ ચંદનમાં કેસર મિક્સ કરીને લગાવો. તેનાથી અશાંતિ અને ઘરનો ક્લેશ દૂર થઈ જ્શે. 
6. ચમેલીના તેલની પાંચ બત્તીયોવાળો દીવો હનુમાનજી સામે પ્રગટાવો. તેના આ મંત્રનો જાપ કરો  અને આ મંત્રનો જાપ કરો 
 
સાજ્યં ચ વર્તિસં યુક્ત વાહ્રનાં યોજિતં મયા દીપં ગૃહાણ દેવેશ પ્રસીદ પરમેશ્વર 
 
7.  દક્ષિણામુખી કે પંચમુખી હનુમાનજીના દર્શન કરો અને નારિયળ ચઢાવો. ત્યારબાદ તેમના ચરણોનુ સિંદૂર તમારા મસ્તક પર લગાવો. તેનાથી શનિ સાથે જ કુંડળીના બધા 
 
દોષ દૂર થાય છે.  
8. એક નારિયળ લઈને મંદિર જાવ અને હનુમાનજીની મૂર્તિ સામે નારિયળ્ને તમારા માથા પર સાત વાર લો. ત્યારબાદ નારિયળ ફોડી દો. 
9.  હનુમાનજીને આંકડાના ફૂલ ચઢાવવાથી પણ કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર  થાય છે અને કામ સમયસર પુર્ણ થાય છે. 
10.  જો બપોરે હનુમાનજીની પૂજા કરો છો તો એ પૂજામાં ઘી અને ગોળનો ભોગ લગાવો.  અથવા ઘઉની જાડી રોટલી બનાવો અને તેમા ઘી તેમજ ગોળ મિક્સ કરીને ચુરમા 
 
બનાવો. આ ચૂરમાનો ભોગ લગાવો. 
11 . જો સાંજે કે રાત્રે હનુમાનજીની પૂજા કરો છો તો ફળનો ભોગ વિશેષ રૂપે લગાવવો જોઈએ. 
12  ગાયના શુદ્ધ ઘીથી બનેલ પકવાનનો ભોગ હનુમાનજીને ક્યારેય પણ લગાવી શકાય છે. 
13. હનુમાનજીને લાલ ફૂલો સાથે જનોઈ અને સોપારી પણ ચઢાવવી જોઈએ. 
14. હનુમાનજી સામે ૐ રામાય નમ: કે શ્રીરામ કે સીતારામ મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.  શ્રી રામ નામથી હનુમાનજી ખૂબ પ્રસન્ન 
 
થાય છે. 
15. પીપળાના 11 પાન પર ચંદન કે કુમકુમથી શ્રીરામ નામ લખો. ત્યારબાદ આ પાનની માળા બનાવીને હનુમાનજીને ચઢાવો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments