માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનર કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય જીવનસાથીની શોધ ખત્મ નહી હોય, ઘરેલૂ સમસ્યાઓ કે માંસિક તનાવ, એવી પરિસ્થિતિઓથી છુટકારા મેળવા માટે કરો ગુરૂવારની પૂજામાં આ ખાસ ઉપાય ...
કેળાના ઝાડની પૂજા કરવાથી અનેક સમસ્યાઓ દૂર થશે
1. બેસનના લાડુનો ભોગ- દર ગુરૂવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ લગાવો.
2. પીળા કપડા પહેરી- ગુરૂવારે ગુઉ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને પીળા કપડા પહેરો.
3. પીળા રંગની વસ્તુઓ ખાવું-વ્રતમાં મોળું વગર મીઠાનું ભોજન ખાવું. ભોજનમાં પીળા રંગના પકવાન જેમ કે બેસનના લાડુ , કેરી , કેળા વગેરે પણ શામેળ કરો.
4. બૃહસ્પતિ ભગવાનની પૂજા- ગુરૂવારે ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરો અને પૂજા કરો.
5. વિષ્ણુ સહસ્ત્રનામમો પાઠ- ભગવાન વિષ્ણુની સામે દીપક પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
6. ગુરૂવારની વ્રત કથા- પૂજામં કેસરિયા ચંદન, પીળા ચોખા પીળા ફૂલ અને ભોગ માટે પીળા લાડુ કે બરફીનો ઉપયોગ કરો. સાથે જ ગુરૂવારની વ્રત કથા વાંચો અને સાંભળો.
7. તિલક- પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનો તિલક લગાવો અને પ્રસાદ જરૂર લો.
8. ગુરૂમંત્રનો જાપ- પછી ગુરૂ મંત્રનો જાપ કરો. ૐ બૃ બૃહસ્પત્યે નમ: તેનું ઓછામાં ઓછ 108 વાર જાપ કરો.
9. પીળી વસ્તુઓનો દાન- ચણાની દાળ, કેરી, કેળા , સોનું પીળી વસ્તુઓનો દાન કરો.
10. ગાયને રોટલી- ગાયને લોટની લૂઆમાં કાચી ચણાની દાળ રાખીને ખવડાવો.
11. કેળાના ઝાડની પૂજા-જળમાં હળદર અને ચણાની દાળ નાખી કેળાના ઝાડના મૂળમાં ચઢાવો.
12. ઘીનો દીવો- સાંજે કેળાના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવો.