Jaya parvati vrat Katha- જે બલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.
ગૌરી વ્રતની કથા, Gauri Vrat katha
કોઈ સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.
ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું.
બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.
આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારનાં ધાન્યનાં બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે.આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે. ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવ છે. આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને માં પાર્વતી ની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા(salt)વગર ની વસ્તુઓ ખાવા માં આવે છે.
*આપણી વિરાટ હિંદુ સંસ્કૃતિ માં ઘણા વ્રત આવેલ છે, ઘણી વાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક આધાર હોઈ છે.