Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બુધવારે કરો મગનુ દાન, ગણેશજી પ્રસન્ન થઈને આપશે આશીર્વાદ

બુધવારે કરો મગનુ દાન, ગણેશજી પ્રસન્ન થઈને આપશે આશીર્વાદ
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (00:26 IST)
બુધવારના દિવસે વિદ્યા અને વૃદ્ધિના દેવતા કહેવાતા ભગવાન ગણશ જી ની પૂજા થાય છે. જો એ દિવસે ગજાનને દૂર્વા અર્પિત કરવા સહિત કેટલાક અન્ય ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની કિસ્મત ખુલી શકે છે. તો કઇ રીતો છે અમે તમને જણાવીએ. 
 
બુધ દેવતાની પ્રસન્નતાના સરળ ઉપાય
 
1. બુધ દેવતાને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય એટલે મગનું દાન કરવું. લીલા રંગના મગ એ બુધ ગ્રહ સંબંધિત કઠોળ મનાય છે. લૌકિક માન્યતા અનુસાર બુધવારે કોઈ જરૂરિયાત મંદને કે પછી કોઈ મંદિરમાં લીલા મગનું દાન કરવું. તેનાથી બુધ દેવતા પ્રસન્ન થશે અને બુધ ગ્રહના દોષ શાંત થશે.
 
2. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે સતત 7 બુધવારે ગણેશ જી નો મગના લાડુનો ભોગ ચઢાવો. એનાથી તમને સફળતા મળશે. 
 
3. માન્યતા અનુસાર પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી પણ, બુધ ગ્રહના દોષ શાંત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
 
4. બુધવારના દિવસે ગણેશ જી ને 11 અથવા 21 ગાંઢ વાળી દૂર્વા ચઢાવો. આ ઉપાય સતત 7 બુધવાર કરો. આવું કરવાથી વિદ્યા વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 
 
5 . બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જવું અને ગણેશજીને દૂર્વા અર્પણ કરવી. કહે છે કે ગજાનનને 11 કે 21 દૂર્વા ચઢાવવાથી વ્યક્તિને ચોક્કસથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
 
6 . બુધવારના રોજ ગણેશજીને મોદકનો ભોગ લગાવવો. મોદકના ભોગથી ગજાનન પ્રસન્ન થાય છે. તો, તેમની પ્રસન્નતાથી બુધ ગ્રહના દોષ પણ દૂર થઈ જાય છે.
 
7. બુધવારના રોજ વક્રતુંડને સિંદૂર અર્પણ કરવું. શક્ય હોય તો સિંદૂરનું લેપન કરવું. તેનાથી પણ બુધ દેવતા પ્રસન્ન થશે.
 
8. આમ તો, મંગળવાર અને બુધવારના રોજ હનુમાનજીની પૂજાનો મહિમા છે. પણ, બુધવારના રોજ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી બુધ ગ્રહની પીડાથી વ્યક્તિને મુક્તિ મળતી હોવાની માન્યતા છે. કહે છે કે તેનાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
9. બુધના દોષની શાંતિ અર્થે સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવું. અલબત્, તે પૂર્વે કોઈ વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન મેળવી લેવું ઈચ્છનીય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ લોકો પર હંમેશા રહે છે મા લક્ષ્મીની કૃપા, બને છે અપાર ધન-સંપત્તિના માલિક