Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Webdunia
રવિવાર, 30 ઑગસ્ટ 2026 (10:31 IST)
bol chauth vrat katha
બોળ ચોથ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવાતો પવિત્ર તહેવાર છે. આ તહેવાર ખાસ કરીને ગાય માતાની પૂજા માટે ઊજવાય છે અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનના કલ્યાણ માટે ઉપવાસ રાખે છે અને ગાય માતાની પૂજા કરે છે.
 
ALSO READ: Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા
 
31 ઓગસ્ટ 2026ના રોજ ઉદીત તિથિ શ્રાવણ વદ 3 હોવાથી કજલી ત્રીજ પંચક યોગે રહેશે, જે સવારે 08:51એ પૂર્ણ થવાથી ચોથનો પ્રારંભ થશે. આ દિવસે સંકટ ચતુર્થી અને બોળ ચોથની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે. 
 

બોળ ચોથ પૂજા વિધિ

 
આ દિવસે મહિલાઓ બાજરીનો રોટલો અને મગ ખાઈને સંધ્યાટાણે એકટાણું કરે છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ વર્ષ દરમિયાન જાણતા-અજાણતા થયેલા ગૌમાતાના પાપોમાંથી ક્ષમા-યાચના માગવાનો છે. તેમજ બારેમાસ દૂધ આપતી ગાય માતાનો ઋણ ઉતારવાનો છે. નોંધનીય છે કે, બોળચોથ સોમવારે હોવાથી ભગવાન ભોળાનાથની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગાયની પૂજા કરાય છે. સ્ત્રીઓ દુધ અને દુધથી બનેલા તમામ પદાર્થોનું ત્યાગ કરે છે. ગાયને ફૂલ હાર પહેરાવી તિલક કરાય છે અને ખાસ ખોરાક અપાય છે. સાંજના સમયે ગાયની પૂજા કર્યા પછી ઉપવાસ તોડવામાં આવે છે.
 
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને બોળચોથ કે બહુલા ચોથ કહેવામાં આવે છે. બોળચોથ વિશે બે પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે.
 

બોળ ચોથ વ્રત કથા 

 
અન્ય પૌરાણિક કથા અનુસાર, કામધેનુ ગાય ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ જોવા માટે 'બહુલા'ના રૂપમાં નંદજીની ગૌશાળામાં પ્રવેશી હતી. કાનુડાને પણ આ ગાય ખૂબ પસંદ હતી, તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા.

ALSO READ: શીતળા સાતમ વ્રત કથા - શીતળા સાતમ વ્રતની વિધિ
 
બહુલા પાસે એક વાછરડું પણ હતું. એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ, ચરતાં ચરતાં તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ખૂબ ડરી ગઈ, તેને ફક્ત તેના વાછરડાના જ વિચારો આવી રહ્યા હતા. સિંહ તેની તરફ આગળ વધ્યો, બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તે તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનો શિકાર બનાવે.
 
સિંહે કહ્યું, હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ હોય છે, જે બહુલાની પરીક્ષા કરવા આવ્યા હોય છે.
 
શ્રીકૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે ,કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને ગાય માતા તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gen Z શિક્ષક કેવો હોવો જોઈએ? આ બદલાતી દુનિયામાં શિક્ષક માટે આ ગુણો જરૂરી છે.

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

ગુજરાતી રેસીપી - રાજકચોરી ચાટ રેસીપી

આદર્શ ગુરુમાં હોવા જોઈએ આ ખાસ ગુણો

Teachers Day speech - શિક્ષક દિવસ સ્પીચ 10 લાઇન

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી મધુરાષ્ટકમ

Janmashtami Bhog- 56 ભોગ ન બનાવી શકો? જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ 7 ભોગ, પ્રસન્ન થશે લડ્ડુ ગોપાલ

Janmashtami 2026- કૃષ્ણ જન્મ સમયે કેમ કાપવામાં આવે છે કાકડી? જાણો આ પરંપરાનું મહત્વ

આગળનો લેખ
Show comments