Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દુબઈમાં ફરી ભયંકર તોફાન સાથે ધોધમાર વરસાદ

dubai flood
, ગુરુવાર, 2 મે 2024 (17:36 IST)
UAE Rain- ભારે વરસાદ અને ભારે તોફાન ફરી UAE માં આવ્ય, ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે અને ઇન્ટરસિટી બસ સેવાઓ પણ અટકી ગઈ. 
 
UAE ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું છે. દુબઈમાં બુધવારે મધરાતથી ભારે વરસાદ અને તોફાન ચાલુ છે. આવી સ્થિતિમાં, સમગ્ર દેશમાં એલર્ટ જારી કરવાની સાથે તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને તમામ શાળાઓ અને સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
 
UAEમાં ફરી એકવાર ભારે વરસાદ અને તોફાનને કારણે અરાજકતા સર્જાઈ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ગુરુવારે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ તું. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ ત્રાટક્યું છે. દુબઈના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર તોફાન ચાલી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
 
UAE હવામાનના આ અસ્થિર મોજાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સલામતી અંગેની સલાહ આપવામાં આવી છે. શાળાઓ અંતર શિક્ષણ પર છે, જ્યારે કંપનીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવા દે. પાર્ક અને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે એરપોર્ટ અને એરલાઇન્સ પણ આ અસર માટે તૈયાર છે. આજે તાત્કાલિક અસરથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. રસ્તાઓ પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.
 
દુબઈમાં મધરાતથી ભારે વરસાદ ચાલુ છે
નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી (એનસીએમ) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ યુએઈમાં મધરાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દુબઈમાં આજે સવારે 2.35 કલાકે વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. હવે આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જારી કરવામાં આવ્યું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યમુનાનગરમાં ઓટોરિક્ષા પલટી જતાં આઠ વર્ષના વિદ્યાર્થીનું મોત, પાંચ બાળકો ઘાયલ