Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

22 ઓગસ્ટને છે રક્ષાબંધનનો તહેવાર, ભાઈને બાંધવી ખાસ વૈદિક રાખડી, વાંચો ઘરે રાખડી બનાવવાની વિધિ

22 ઓગસ્ટને છે રક્ષાબંધનનો તહેવાર, ભાઈને બાંધવી ખાસ વૈદિક રાખડી, વાંચો ઘરે રાખડી બનાવવાની વિધિ
, મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (22:01 IST)
ભાઈને બાંધવી ખાસ વૈદિક રાખડી
શુભ હોય છે વૈદિક રાખડી જાણો કેવી રીતે બનાવવી 
રક્ષાબંધનનો પર્વ વૈદિક વિધિથી શ્રેષ્ઠ ગણાય છે. આ વિધિથી ઉજવતા અપર ભાઈનો જીવન સુખમય અને શુભ બને છે. શાસ્ત્રાનુસાર તેના માટે પાંચ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. જેને રક્ષાસૂત્રનો નિર્માણ કરાય છે. તેમાં દૂર્વા(ઘાસ) અક્ષત, ચોખા, કેસર, ચંદન અને સરસવના દાણા શામેલ છે. 
આ 5 વસ્તુઓને રેશમના કપડામાં બાંધી દો કે સીવી નાખો. પછી તેને કલાવામાં પીરોવી દો. આ રીતે વૈદિક રાખી તૈયાર થઈ જશે. 
 
પાંચ વસ્તુઓનો મહત્વ 
દૂર્વા(ઘાસ)- જે રીતે દૂર્વાનો એક અંકુર વાવવ્તા તે તેજીથી ફેલે છે અને હજારોની સંખ્યામાં ઉગી જાય છે. તે જ રીતે રક્ષા બંધન પર પણ કામના કરાય છે કે ભાઈનો વંશ અને તેમાં સદગુણનો વિકાસ તેજીથી હોય. સદાચાર, મનની પવિત્રતા તીવ્રતાથી વધી જાય. દૂર્વા વિઘ્નહર્તા ગણેશજીને પ્રિય છે. એટલે જે રાખી બાંધી રહ્યા છે. તેના જીવનમાં વિઘ્નોના નાશ થઈ જાય. 
 
અક્ષત(ચોખા)- અમારી પરસ્પર એક બીજાના પ્રત્યે શ્રદ્ધા ક્યારે ક્ષત-વિક્ષત ના હોય અને હમેશા અક્ષત રહે. 
 
કેસર- કેસરની પ્રકૃતિ તીવ્ર હોય છે એટલે અમે જેને રાખી બાંધી રહ્યા છે. તે તેજસ્વી હોય . તેમના જીવનમાં આધ્યતમિકતાનો તેજ, ભક્તિનો તેજ ક્યારે ઓછું ના હોય. 
 
ચંદન- ચંદનની પ્રકૃતિ શીતળ હોય છે અને આ સુગંધ આપે છે. તે જ રીતે તેમના જીવનમાં શીતળતા બની રહે. ક્યારે માનસિક તનાવ ના હોય. સાથે જ તેમના જીવનમાં પરોપકાર, સદાચાર અને સંયમની સુગંધ ફેલાતી રહે. 
 
સરસવના દાણા- સરસવની પ્રકૃતિ તીક્ષ્ણ હોય છે. એટલે તેનાથી આ સંકેત મળે છે કે સમાજના દુર્ગુણને કંટકને સમાપ્ત કરવામાં અમે તીક્ષ્ણ બનીએ. સરસવના દાણા ભાઈની નજર ઉતારવા અને બુરી નજરથી ભાઈને બચાવવા માટે પણ પ્રયોગમાં લાવીએ છે. 
 
આ રીતે આ પાંચ વસ્તુઓથી બનેલી એક રાખડીને સર્વપ્રથમ ભગવાનના ચિત્ર પર અર્પિત કરવી. પછી બેન તેમના ભાઈને, માતા તેમના બાળકોને, દાદી તેમના પોત્રને શુભ સંકલ્પ કરીને બાંધવું. આ રીત આ પાંચ વસ્તુઓથી બનેલી વૈદિક રાખીને શાસ્ત્રોત નિયમાનુસાર બાંધીએ છે. તે પુત્ર-પૌત્ર અને ભાઈ સાથે વર્ષભર સુખી રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

75મો સ્વતંત્રતા દિવસ - શુ આપ જાણો છો ક્યા બને છે ભારત દેશનો તિરંગો ? આટલા લોકોની ટીમ કરે છે ઝંડો બનાવવાનુ કામ