Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટસ યોજાશે

Ahmedabad Riverfront
, ગુરુવાર, 14 જુલાઈ 2022 (08:29 IST)
ગુજરાતમાં પહેલીવાર ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવા જઇ રહી છે. તા.૨૭મી સપ્ટેમ્બરથી ૧૦મી ઓક્ટોબર સુધી દેશના ૨૦ હજારથી વધુ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લેશે.   આ નેશનલ ગેમ્સ માટે ગુજરાત યજમાન બન્યુ છે ત્યારે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મહત્વની વાત એછેકે, રાજ્યમાં પ્રથમવાર અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટસ આકર્ષણનુ કેન્દ્ર બનશે.
 
ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સ યોજવા માટે ગુજરાતને યજમાની સોંપી છે. અધિકારિક સૂત્રોના મતે, રાજ્યમાં અમદાવાદ, સુરત,રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભાવનગરમાં વિવિધ રમતો યોજાનાર છે. જોકે, કયાં કઇ રમત રમાશે તે અંંગે હજુ નક્કી કરાયુ નથી.  અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રમતો રમવા માટે કેવી કેવી સુવિધા  ઉપલબ્ધ છે તે જોવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘની એક કમિટી ગુજરાત આવી પહોંચી છે. 
 
આ કમિટીએ સ્ટેડિયમ, રમતના મેદાનો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્કચર જોઇ ગુજરાતની પ્રશંસા કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: ગંગાની તેજ ઘારમાં પણ હાથીએ મહાવતનો સાથ ન છોડ્યો, જુઓ બિહારનો વાયરલ વીડિયો