Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદી યુવતીના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ, પોલીસે ફરિયાદ નોંધી

bike stunt
, બુધવાર, 13 જુલાઈ 2022 (16:57 IST)
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા અખતરા કરે છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ પર ખુલ્લા હાથે બાઈક ચલાવતી એક યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ વીડિયો વાઇરલ થયાના ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવતાં તેણે આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.અમદાવાદના સિંધુભવન રોડ પર અવારનવાર ઓવરસ્પીડ તથા સ્ટંટ કરતા બાઈકર્સના કિસ્સા સામે આવે છે. યુવાનો અને યુવતીઓ હવે ફેમસ થવા માટે અલગ અલગ કરતબો કરે છે. શહેરમાં એક યુવતી સિંધુભવન રોડ પર યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક પર અન્ય યુવતીને પાછળ બેસાડી ખુલ્લા હાથે બાઈક ચલાવતી હતી. એ ઉપરાંત બાઈક પર ઊભાં ઊભાં ડ્રાઈવ કરતી હતી. આ સ્ટંટને કારણે યુવતી કે એની આસપાસના અન્ય વાહનચાલકોને અકસ્માત સર્જાઈ શકે એમ હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો હતો.આ વાઇરલ થયેલો વીડિયો ત્રણેક મહિના બાદ પોલીસના ધ્યાનમાં આવતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે બાઈકની નંબર પ્લેટ GJ-01-UP-9890 પરથી બાઇક નીલકંઠ પટેલ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે નીલકંઠ પટેલની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે બાઇક કેશવી પાડલિયા નામની યુવતી ચલાવી રહી હતી,. જેથી પોલીસે કેશવી પાડલિયા નામની યુવતી સામે ગુનો નોંધ્યો છે. એમ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.આ અંગે ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સિંધુભવન રોડ પર અવારનવાર ઓવર સ્પીડના કેસ કરવામાં આવે છે. શનિ અને રવિવારના દિવસમાં પોલીસનું ખાસ પેટ્રોલિંગ પણ રહે છે છતાં કેટલાક લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવવા માટે આ પ્રકારે સ્ટંટ કરે છે, જે ધ્યાને આવતાં પોલીસ કાર્યવાહી કરે જ છે. હજુ પણ આવા વીડિયો કે સ્ટંટ કરતા લોકો દેખાશે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુસ્તકની જેમ ફોલ્ડ થઈ જાય છે 165 ઈંચનો આ ટીવી