Publish Date: Mon, 23 Feb 2026 (11:33 IST)
Updated Date: Fri, 20 Feb 2026 (11:50 IST)
બાવળના ઝાડ પર સુગરી માળો બાંધી રહેતી હતી. માળો એવો કળાથી બાંધેલો કે ચોમાસામાં પાણીનું ટીપુંયે પડે નહિ. શિયાળામાં પવન અને ઉનાળામાં ગરમી લાગે નહિ. ત્યાં બીજી બાજુ, વાંદરાઓ આળસુ હતા. એક વાર ચોમાસાના દિવસોમાં કેટલાંક વાંદરાં પલળીને ધ્રૂજતાં ધ્રૂજતાં આવી પહોચ્યાં. ઠંડીથી ધ્રૂજતા વાંદરાઓને જોઈને સુગરીને દયા આવી.
સુગરીએ વાંદરાઓને સલાહ આપી કે "તમે લોકો મહેનત કરીને માળો કે ઘર કેમ નથી બનાવતા? જો તમે મહેનત કરશો તો આમ પલળવું નહીં પડે".
સુગરીની આવી શિખામણ સાંભળીને વાંદરાઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, "અમારી બાબતમાં તું ન બોલ". તેમણે સુગરીનો સુંદર માળો તોડી નાખ્યો.
બોધ: આ વાર્તા એ શીખવે છે કે નકામી સલાહ આળસુ લોકો પર કામ કરતી નથી અને મહેનત વગરનું જીવન કષ્ટદાયક હોય છે.