વ્હાઈટ ફીધર ફિલ્મ્સના મહિન્દ્રા એંડ મહિન્દ્રા એંટરટેનમેંટ આર્મ અને મુંબઈ મંત્રની સાથે હાથ મેળવ્યા છે. આ ખુશીમાં એક ફેશન શોનુ આયોજન કરવામાં આવ્યુ, જેમા 'એસિડ ફેક્ટ્રી'ના કલાકારોએ ભાગ લીધો.
ફરદીન ખાન, ઈરફાન ખાન, આફતાબ, શિવદાસાની, ડિનો મારિયો, ડેની અને મનોજ વાજપેયી જયા સૂટ પહેરીને દમકી રહ્યા હતા, ત્યા બીજી બાજુ દીયા મિર્જા પોતાના હોટ અને સેક્સી અંદાજમાં સૌનુ ધ્યાન ખેંચી રહી હતી. ત્યાં હાજર રહેલા લોકો દીયાના આ નવા રૂપથી આશ્વર્યમાં પડી ગયા.
બધા કલાકારોએ રેમ્પ પર કેટવોક કર્યો. દીયા સિવાય જે કલાકારની ચર્ચા હતી તે હતા મનોજ વાજપેયી. આ ફેશન શોને માટે મનોજે એક નવુ લુક અપનાવ્યુ હતુ. ફક્ત દર્શકો જ નહી અમિતાભ બચ્ચન પણ મનોજથી પ્રભાવિત થયા અને તેમણે મનોજની પ્રશંસા કરી.