Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાડા સાત લાખ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (18:05 IST)
રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
 
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) લાગુ કરવામાં આવી છે. જેની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડિ્‌મશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેને પગલે હવેથી  રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન  સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કૉલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ.૩૦૦ એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે . 
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ આ ક્ષણે દ્રઢતાપૂર્વક કહ્યું કે, વર્ષ -૨૦૩૦ સુધીમાં  NEP-2020 ની તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થઇ જશે.
 
હાલ પણ રાજ્યમાં NEP-2020 ના પગલે જ ન્યુ એજ ટેકનોલોજી, A.I., મશીન લર્નિંગ, રોબોટિક્સ જેવા સમયની માંગ આધારીત કોર્ષ પર રાજ્યમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. 
ટેકનીકલ કોર્ષ ઉપરાંત નોન-પ્રોફેશનલ કોર્ષીષમાં પણ વિદ્યાર્થીઓને સ્કીલ આધારીત શિક્ષણ ઉપબલ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.  
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ-જીકેસ પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી 'અરજી એક, વિકલ્પ અનેક'ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.
આ પૉર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પી.એચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કૉમન ઍડિ્‌મશન રહેશે. વિદ્યાર્થીની અનેક વિટંબણાઓનો આ પૉર્ટલ થકી અંત આવશે. સામાન્યતઃ મનપસંદ યુનિવર્સિટી તેમજ કૉલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસંદ કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ રૂબરૂ જવાની તમામ પરિસ્થિતિનો અંત આવશે. માહિતીના અભાવે ઘણી વાર ખોટા અભ્યાસક્રમમાં, ખોટી રીતે એડિ્‌મશન લેવાની ભૂલ થતી હોય છે. વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પૉર્ટલનું કામ છે.
આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.
અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે. 
ગાંધીનગર ખાતે યોજાયેલ GCAS પૉર્ટલ લોન્ચિંગ પ્રંસગે, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનીકલ શિક્ષણ વિભાગના કમિશ્નર શ્રી બંછા નીઘી પાની, હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ પંડ્યા, રાજ્યની વિવિઘ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  
¤ GCAS પૉર્ટલની વિશેષતાઓ*
- સરળતાથી ડૉક્યૂમેન્ટ્‌સ અપલોડ કરી શકાય છે. 
- અનેક વિષયો પસંદ કરી શકાય છે. 
- જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ-મેઈલ થકી પ્રાપ્ત થાય છે. 
- તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડિ્‌મશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.
-  માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવીને ઍડિ્‌મશનની પ્રક્રિયા સરળ કરનારા આ પૉર્ટલ થકી વિદ્યાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.
- કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?*
ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

આગળનો લેખ
Show comments