Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દેશની સુરક્ષા અને મહત્વની જાણકારી લીક ન થાય તે માટે ભારતીય સૈન્યએ લીધો મહત્વનો નિર્ણય

દેશની સુરક્ષા અને મહત્વની જાણકારી લીક ન થાય તે માટે ભારતીય સૈન્યએ લીધો મહત્વનો નિર્ણય
, ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:03 IST)
ભારતીય સૈન્યએ પોતાના અધિકારીઓને એક મહત્વનો આદેશ આપતા ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર રહેવા જણાવ્યુ છે. ભારતીય સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સૈન્યના હેડક્વાર્ટર, બ્રિગેડ અને ડિવીઝન કક્ષાએ ફરજ બજાવતા અધિકારીને ખાસ સૂચના આપવામાં આવી છે. જેમાં અધિકારીઓ તેમના ફેસબુક એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરવા અને લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન, વોટ્સએપનો ઉપયોગ કોઈ પણ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે ન કરવા જણાવાયુ છે. ગત મહિને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સેનાએ તમામ વડામથકો, વિભાગ અને બ્રિગેડમાં સંવેદનશીલ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને ચેતવણી આપી છે કે, વોટ્સએપ એક સંવેદનશીલ પ્લેટફોર્મ છે અને તેથી તેનો ઉપયોગ કોઈ પણ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે થવો જોઈએ નહીં.
 
 
સેનાના સાયબર જૂથે સોશિયલ મીડિયાના વલણોનું વિશ્લેષણ કર્યા પછી  સૂચના આપી છે, જેમાં તેણે તેના કર્મચારીઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની રીતો પર સમસ્યાઓનો નવો 
ટ્રેન્ડ ઓળખ્યો છે. એડવાઇઝરીમાં જણાવાયું છે કે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ સ્રોત હોવાનું બહાર આવ્યું છે, તેથી જ સૈન્યમાં મહત્વના હોદ્દા ધરાવતા અધિકારીઓએ તેમના ખાતાઓને નિષ્ક્રિય કરવાનું વિચારવું જોઇએ. સશસ્ત્ર દળના જવાનો અને તેમના પરિવારોને તેમના ફોટોગ્રાફ, યુનિફોર્મ અથવા વિવિધ જગ્યાઓના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાથી સાવચેત કરવામાં આવ્યા છે. જે ફેસબુક અથવા અન્ય સામાજિક મીડિયા એપ્લિકેશન્સ પર સંવેદનશીલ સ્થાનોની વિગતો આપી શકે છે.
 
 
માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ્સ બનાવતી વખતે સેનાના જવાનોએ વ્યક્તિગત અને વ્યવસાયિક વિગતો આપવામાં સાવધાની રાખવી જોઈએ. તેમાં વધુમાં જણાવાયું છે કે લશ્કરી કર્મચારીઓ અથવા તેમના પરિવારો અથવા મિત્રો દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ અથવા ટિપ્પણીઓનું વિશ્લેષણ કરીને નોંધપાત્ર માહિતી મેળવી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતો માટે ખુશના સમાચાર,સરકાર રૂ.૭૦૦ કરોડની સહાય કરાશે, ૪ લાખથી વધુ ખેડૂતોને થશે લાભ