Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યોઃ ખેડૂતોનું દેવું માફ, રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રીનો વાયદો

Webdunia
શનિવાર, 12 નવેમ્બર 2022 (12:57 IST)
કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
 
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો
 
શિક્ષણ
 
- ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો
 
પશુપાલન
 
લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે
 
સૌને ધરના ઘર
 
- ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના
 
-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા- વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા
 
SC,ST,OBC, લઘુમતી
 
- વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે- ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે
 
પંચાયતી રાજ
 
- ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે
 
- મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે
 
મહિલા સુરક્ષા
 
- મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ
 
- આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી
 
ખેડૂત
 
- દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના
 
- કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે
 
માછીમાર
 
- માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે- માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવુ માફ
 
પર્યાવરણ સુરક્ષા
 
- ૫ વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા- તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન
 
વ્યાપાર ઉદ્યોગ
 
- વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે
 
- ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે
 
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
 
- કૃષિ ક્ષેત્રે ૨૫ વર્ષની જરૂરિયાતોનું આયોજન
 
- વીજળી ઉત્પન્ન કરી શકે માટે ૨ KVની સોલર પેનલ સબ્સિડી
 
લોકશાહી
 
- બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે
 
મોંઘવારી
 
શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
 
નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો
 
રોજગાર
 
- સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
 
કલા-સંસ્કૃતિ-અસ્મિતા
 
- પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે
 
- વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોદ વધે તે માટે પ્રયાસ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments