નવા મંત્રી મંડળમાં 23 જેટલા ધારાસભ્ય શપથ લેશે. જેમાં 3 મહિલાઓ પણ સામેલ છે. આ મહિલાઓ કોણ છે અને તેમને કયું ખાતું સોંપાશે તે મામલે સસ્પેન્સ છે. જોકે આજે બપોરે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થવાની છે. ત્યારે ધારાસભ્યોને ફોન કરીને મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે હવે નવા મંત્રીમંડળમાં 6 કેબિનેટ મંત્રીઓને સ્થાન મળી શકે છે. જ્યારે અન્ય ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બની શકે છે.
સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે 23 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે અને તમામ નવા ચહેરા હશે. આ શપથગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1.30 કલાકે થશે. આ પહેલા પણ કેબિનેટમાં મોટા પાયે ફેરબદલની ચર્ચા હતી, જેના પર આંતરિક વિવાદ થયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 24 મંત્રી લેશે શપથ
ઉત્તર ગુજરાત
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
દક્ષિણ ગુજરાત
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ
(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
સૌરાષ્ટ્ર
(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી
(5) દેવા માલમ ( કેશોદ) કોળી
(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
મધ્ય ગુજરાત
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC