રવિવારે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે ત્યારે બીજી તરફ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું ધરી દીધું છે. ત્રિવેદીને કેબિનેટ મંત્રી બનાવાય એવી શક્યતા છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તીથ સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે એ નક્કી છે.