ગત સપ્તાહે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે પછાતવર્ગ હેઠળ આવતી 17 જ્ઞાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ સંબંધિત આદેશો આપી દેવાયા હતા. આ મુદ્દે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સામે-સામે આવી ગયા છે. મંગળવારે આ અંગે રાજ્યસભામાં ચર્ચા પણ થઈ હતી.
સમાજવાદી પાર્ટીના રાજ્યસભામાં સંસદસભ્ય સતીષ ચંદ્ર મિશ્રાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના અંગે પ્રતિક્રિયા આપતા સામાજિક ન્યાય તથા અધિકાર પ્રધાન થાવરચંદ ગહલોતે કહ્યું :
"રાજ્ય સારકરે આમ નહોતું કરવું જોઈતું. કોઈપણ જ્ઞાતિને એક વર્ગમાંથી ખસેડીને અન્ય વર્ગમાં મુકવાનો અધિકાર માત્ર સંસદને છે. અગાઉ પણ આ પ્રકારના પ્રસ્તાવ સંસદને મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ મુદ્દે સહમતિ સાધી શકાય ન હતી."
આ અંગે ઉત્તર પ્રદેશ ભાજપના નેતાઓ જાહેરમાં ઔપચારિક રીતે કંઈપણ કહેવાનું ટાળી રહ્યાં છે.