Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક બીજાના વિરોધી હોય છે આ રાશિઓના લોકો, તેમની સાથે લગ્ન કરતા પહેલા વિચારી લો

Webdunia
બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (23:42 IST)
જ્યોતિષમાં 12 રાશિઓ વિશે બતવવામાં આવ્યુ છે. બધા લોકોનો સંબંધ તેમાથી કોઈ એક રાશિ સાથે જરૂર હોય છે. આ દરેક રાશિ જુદા જુદા પ્રકૃતિની હોય છે. પ્રકૃતિના હિસાબથી રાશિના લોકોનો સ્વભાવ હોય છે. ઘણી વાર એવું જોવા મળે છે કે જે રાશિઓ વિરુદ્ધ પ્રકૃતિની હોય છે તેની સાથે જોડાયેલા લોકો પણ એકબીજાના વિરોધી હોય છે. તેમની વચ્ચે બિલકુલ બનતુ નથી. 
 
જો તમે તેમની સાથે તમારું જીવન વિતાવવાનું વિચારી રહ્યા છો એટલે કે લગ્ન વિશે વિચારી રહ્યા છો, તો ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લો. લગ્ન પહેલા, કુંડળીમાં રાશિચક્રની મિત્રતા ચોક્કસ જુઓ, નહીંતર તેમની સાથે જીવન પસાર કરવું ખૂબ જ પડકારજનક બની શકે છે. જાણો આ રાશિઓ વિશે.
 
મેષ, સિંહ અને ધનુ
આ જગત અને માનવ શરીર પાંચ તત્વોથી બનેલું છે. આપણી રાશિઓ પણ આ પાંચ તત્વો સાથે સંબંધિત છે. મેષ, સિંહ અને ધનુ રાશિને અગ્નિ તત્વના ચિહ્નો માનવામાં આવે છે. તેમનો સ્વભાવ ઉગ્ર છે. તેઓ એકબીજા સાથે સારી રીતે મેળવે છે. આ ઉપરાંત મિથુન, તુલા અને કુંભ રાશિ જે વાયુ તત્વોની રાશિઓ છે તેમની સાથે પણ આ રાશિઓને  સારી રીતે ફાવી જાય છે અને પૃથ્વી તત્વ એટલે કે વૃષભ, કન્યા અને મકર રાશિ સાથે તેમની મિત્રતા સામાન્ય છે. પરંતુ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ જળ તત્વના છે. આ રાશિના લોકો મેષ, સિંહ અને ધનુરાશિ માટે દુશ્મન હોય છે. જો તેઓ લગ્ન કરે છે, તો હંમેશા તેમની વચ્ચે વિવાદની સ્થિતિ રહે છે. તેઓ મિત્રો બની શકે છે, પરંતુ તેઓ સારા જીવનસાથી બની શકતા નથી.
 
કર્ક વૃશ્ચિક અને મીન રાશિ 
 
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ જળ તત્વની માનવામાં આવે છે. તેમનુ હ્રદય ખૂબ મોટુ હોય છે. પરસ્પર તેઓ સારા મિત્ર સાબિત થાય છે. બીજી બાજુ વૃષ, કન્યા અને મકર રાશિના લોકો સાથે પણ તેમની સારી બોન્ડિંગ રહે છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે તેમની સામાન્ય દોસ્તી રહે છે. પણ મેષ, સિંહ અને ધનુ રાશિના જાતકો તેમના શત્રુ હોય છે. તેમની સાથે જીવનભર નિભાવવુ એ કોઈ પડકારથી ઓછુ નથી. 
 
વૃષભ, કન્યા અને મકર રાશિ 
 
વૃષભ, કન્યા અને મકર રાશિ પૃથ્વી તત્વની માનવામાં આવે છે. આ ખૂબ ધૈર્યવાન હોય છે. તેમની વચ્ચે પરસ્પર સારી મિત્રતા હોય છે. તેમની કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સારુ બને છે. સાથે જ આ મેષ, સિંહ અને ધનુ રાશિના સાથે પણ નિભાવી લે છે. પણ મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો માટે શત્રુ સમાન હોય છે. તેથી તેમની સાથે લગ્ન કરતા પહેલા વિચાર કરી લો. 
 
મિથુન, તુલા અને કુંભ રાશિ
 
મિથુન, તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓ છે. તેમન મન ચંચળ પ્રકૃતિનુ હોય છે. આ રાશિઓ પરસ્પર સારી મિત્ર હોય છે. મેષ, સિંહ અને ધનુ રાશિના જાતકો પણ તેમના સારા મિત્ર સાબિત થાય છે.  બીજી બાજુ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિવાળા સાથે તેમની સામાન્ય મિત્રતા રહે છે. પણ વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે તેમનુ બિલકુલ બનતુ નથી. વૃષભ, કન્યા અને મકર તેમની શત્રુ રાશિઓ માનવામાં આવે છે. તેથી આ રાશિઓ સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દેવામાં જ ભલાઈ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Numerology - આ 4 તારીખે જન્મેલા લોકો જ્યારે ઈચ્છે ત્યારે મેળવી શકે છે અપાર ધન અને સફળતા

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

25 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર મહાદેવ વરસાવશે પોતાના આશીર્વાદ

Weekly Horoscope- અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

24 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

આગળનો લેખ
Show comments