Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઉંમર 13 વર્ષ, વજન 140 KG, ગુજરાતના આ ચર્ચિત બાળકની દિનચર્યામાં મુશ્કેલી

ઉંમર 13 વર્ષ, વજન 140 KG, ગુજરાતના આ ચર્ચિત બાળકની દિનચર્યામાં મુશ્કેલી
, રવિવાર, 27 જૂન 2021 (10:00 IST)
ગુજરાતનો આ 13 વર્ષીય બાળક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હવે તેની ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે તેનું વજન 140 કિલો થઇ ચૂક્યું છે. ઉંમર ફક્ત 13 વર્ષ છે, પરંતુ વજનના મામલે તે ઘણા રેકોર્ડ તોડી રહ્યો છે. પરિવાર પણ ગરીબ છે, એવામાં બાળકની સારવાર થઇ રહી નથી. 
 
આ બાળકનું સાગર છે અને આ અમરેલી જિલ્લાના ધારીનો રહેવાસી છે. બાળપણથી જ સાગર ખાવાનો શોખીન છે. પરિવારે જણાવ્યું હતું કે તે જ્યારે જન્મ્યો હતો ત્યારે તે પતળો હતો, પરંતુ તે ખાવાનો શોખીન હતો, એવામાં તેનું વજન વધતું જાય છે. શરૂઆતના સમયમાં પરિવારને એમ લાગ્યું કે બાળકના શોખના લીધે આટલું ખાય છે, પરંતુ પછી જ્યારે આદત બની ગઇ તો બાળકને રોકવો પરિવાર માટે પડકાર બની ગયો. 
 
પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી નથી, એવામાં તે પોતાના બાળકની વધતી જતી માંગને પણ પુરી કરવામાં સક્ષમ હતા. તેમની તરફથી પ્રયત્નો જરૂર કરવામાં આવ્યા પરંતુ બાળકની જેટલી ડિમાંડ છે, તેને પુરી કરવાની સંભવ નથી. 
 
કહેવામાં આવી રહ્યું છે કે 13 વર્ષની ઉંમરમાં જ સાગર એક જ દિવસમાં 7 મોટા મોટા બાજરીના રોટલા ખાય છે. સાગરના પિતા એક ખેડૂત છે, એવામાં તેમની આવક ખેતી પર નિર્ભર કરે છે. તે કહે છે કે પુત્રની ખુશી માટે કંઇપણ કરી શકે છે, પરંતુ તેનું વધતું જતું વજન તેમને ચિંતામાં મુકી શકે છે. 
 
પરિવારે હવે રાજ્ય સરકારને અપીલ કરી છે કે તે સાગરની મદદ કરે અને તેની સમયસર સારવાર કરાવે. એવા ઘણા કેસ છે જ્યાં વધતા જતા વજનને કંટ્રોલમાં કરવામાં આવ્યું છે, એવામાં સાગરનો પરિવાર પણ આશા લગાવીને બેઠો છે કે બાળકને સારી સારવાર મળી જાય તો કદાચ તેનું વજન પર વધે નહી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sankashti Chaturthi June 2021 : સંકષ્ટી ચતુર્થીના દિવસે કરી લો આ નાનકડો ઉપાય, ભગવાન ગણેશની આપશે આશીર્વાદ