Publish Date: Tue, 04 Sep 2018 (18:19 IST)
Updated Date: Tue, 04 Sep 2018 (18:22 IST)
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ બીગબી બોલીવુડની જાણીતી ફિલ્મકાર પ્રેરણા અરોડાની ફિલ્મમાં કામ કરશે. પ્રેરણાએ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ રુસ્તમ, ટોયલેટ એક પ્રેમ કથા અને પૈડમેન જેવી ફિલ્મો બનાવી છે. પ્રેરણાને અત્યારે નવા પ્રોડક્શન સાથે પોતાનું કામ શરૂ કર્યું અને આ પ્રોડક્શન દ્વારા નવી ફિલ્મનું કામ હાથ લેવામાં આવ્યું છે જેમાં અમિતાભ બચ્ચન કામ કરવા હોવાની માહિત મળી છે.