જે વારાણસી સંસદીય સીટ પરથી નરેન્દ્ર મોદીએ 371784 વોટોથી જીત મેળવી છે ત્યા 311057 ફરજી વોટર મળ્યા છે. હાલ ગણતરી ચાલુ છે અને જીલ્લા પ્રશાસનનુ અનુમાન છે કે નકલી વોટરોની સંખ્યા 647085 જઈ શકે છે. આટલી મોટી સંખ્યામાં ફરજી વોટર પહેલીવાર વારાણસીમાં સામે આવ્યા છે. લાખોની સંખ્યામાં મળેલ નકલી વોટરોનો ખુલાસો ત્યારે થયો જ્યારે ભારત ચૂંટણી આયોગના આદેશ પર જીલ્લા પ્રશાસને મતદાતા યાદીનુ પુનરીક્ષણ અભિયાન શરૂ કર્યુ. જીલ્લાના બધા પોલિંગ સેટર પર ગોઠવાયેલ બુથ લેવલ ઓફિસરને ઘરે ઘરે જઈને મતદાતાઓનુ સત્યાપન કરાવ્યા પછી આ બોગસ વોટરોનો ખુલાસો થયો છે.
વારાણસી સંસદીય સીટ પર થયેલ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મોદીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને 371784 વોટોના અંતરથી હરાવ્યા હતા. ત્રીજા નંબર પર કોંગ્રેસ ઉમેદવાર અજય રાય 75614 ચોથા સ્થાન પર બીએસપીના વિજય પ્રકાશ જયસ્વાલ 60579 અને પાંચમા સ્થાન પર એસપીના કૈલાશ ચૌરસિયા 45291 વોટ મેળવ્યા હતા.
આ ખુલાસા પર આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને નિશાન પર લેતા તીખી આલોચના કરી છે. પાર્ટીએ ફેસબુક પેજ પર આ પોસ્ટ નાખી છે.