Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

IND vs AUS: શુભમન ગિલની સદીએ મેચમાં રોનક લાવી, ત્રીજો દિવસ ભારતીય બેટ્સમેનોનો રહ્યો

shubhman gil
, શનિવાર, 11 માર્ચ 2023 (17:46 IST)
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ કમબેક કરી લીધુ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં બેટિંગ કરતા 480 રન બનાવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ પણ ત્રણ વિકેટ ગુમાવીને 289 રન બનાવી લીધા છે. આ મેચમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ ટીમ ઈન્ડિયાને રમતમાં પરત લાવ્યા છે. ટીમના ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. તેમણે 235 બોલનો સામનો કરીને 128 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 12 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. આજે ભારતીય ટીમે પણ 3 વિકેટ ગુમાવી હતી. 
 
શુભમન અને પૂજારાની ભાગીદારીએ કરી કમાલ 
 
ભારતે આ મેચમાં 74 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સને સંભાળી, બંને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન પૂજારાએ 42 રન બનાવ્યા હતા. 187ના સ્કોર પર પૂજારાની વિકેટ પડી. પૂજારાના ગયા બાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો
 
વિરાટ અને ગિલ વચ્ચે  પણ સારી ભાગીદારી થઈ. આ ભાગીદારી દરમિયાન ગિલે પોતાની સદી ફટકારી હતી. શુભમન ગિલની ભારતમાં આ પ્રથમ ટેસ્ટ સદી છે. 245ના સ્કોર પર શુભમન ગીલે પોતાની વિકેટ ગુમાવી હતી. દિવસના અંત સુધી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર રહ્યા હતા.
 
ચોથા દિવસે ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવાના ઈરાદાથી ઉતરશે 

 
ભારતીય ટીમે ત્રીજા દિવસે શાનદાર વાપસી કરી છે. પરંતુ આ ટેસ્ટ મેચ પોતાના નામે કરવા માટે તેણે ચોથા દિવસે ખૂબ જ ઝડપી બેટિંગ કરવી પડશે. જો ટીમ ઈન્ડિયા આવું નહીં કરે તો આ મેચ ડ્રો થઈ શકે છે, જેનાથી ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ શકે છે.  WTC ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા આવું નહીં કરે તો તેણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના પરિણામની રાહ જોવી પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં ઘાયલ,તીર કપાળમાં ઘૂસી ગયું