આઠ વર્ષ પછી નિર્દેશનના મેદાનમાં પાછા ફરેલા આદિત્ય ચોપડા 'રબ ને બના દી જોડી'ને શ્રેષ્ઠ બનાવવમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આ ફિલ્મ દ્વારા યશરાજ ફિલ્મસની પ્રતિક્ષા દાવ પર લાગેલી છે.
શાહરૂખ અને અનુષ્કા અભિનીત આ ફિલ્મમાં 'અગિયાર મિનિટનુ એક ગીત સોનૂ નિગમ ગાશે. આ ગીતના દ્વારા જૂના જમાનાના કલાકારોને આદરાંજલિ આપવામાં આવશે. તે કલાકારો છે - રાજ કપૂર, શમ્મી કપૂર, દેવ આનંદ, રાજેશ ખન્ના, અને ઋષિ કપૂર.
આ ગીતનુ ફિલ્માંકન ભવ્ય રીતે કરવામાં આવશે અને આશા છે કે કિંગ ખાન અ ગીત પર ઝૂમતા જોવા મળશે.