Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત રજૂ કરશે બજેટ, આરોગ્ય સેવા અને શિક્ષણ પર રહેશે વધુ ફોકસ

Webdunia
બુધવાર, 3 માર્ચ 2021 (09:45 IST)
આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે. 
 
આ બજેટમાં આરોગ્ય સેવા પર વધુ ભાર મુકવામાં આવી શકે છે. આ ઉપરાંત બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન કેંદ્રીત કરવામાં આવી શકે છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.17 લાખ કરોડ હતું, તેની સામે આ વખતે અઢી લાખ કરોડનું બજેટનું કદ હોવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. તો સાથે જ આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાશે. નાના અને મધ્યમ ઊદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર રાજ્ય સરકાર ભાર મૂકશે. કોરોનાકાળમા કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. ઓવરઓલ બજેટમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવામા આવશે. તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પર સરકાર વેટ વધારી શકે છે. 
 
કોરોનાકાળમાં શિક્ષણ વ્યવસ્થા કથળી છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. નીતિન પટેલે રજૂ થનાર બજેટને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું ગણાવ્યું છે નિતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે તે પ્રકારનું બજેટ હશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવે છે. 
 
આ બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવાની સાથે મહત્તમ રોજગારી નિર્માણ થાય તેના પર આ બજેટના માધ્યમથી ફોકસ કરવામાં આવે તેવી શક્યતા છે.
 
એ જ પ્રમાણે નાના નાના એકમો વધુ સારી રીતે ઔદ્યોગિક કામગીરી કરી શકે તે માટે તેમને જોઈતી સુવિધાઓ તત્કાળ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર, ચિતા નીરવે 4 બચ્ચાને જન્મ આપ્યો

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

આગળનો લેખ
Show comments